બીએસપી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ જણાવ્યુ છે કે તેમની પાર્ટી લોકસભા કે વિધાનસભા ઈલેક્શનમાં ક્યારેય ભાજપ સાથે ગંઠબંધન નહી કરી. તેમને ભાજપ અને બીએસપી પાર્ટીની વિચારાધારા અલગ અલગ છે. માયાવતીએ કહ્યુ છે કે સાપ્રંદાયીક પાર્ટી સાથે કોઈ ગંઠબંધન કરવાની જગ્યાએ તેઓ રાજનીતીમાંથી સન્યાસ લેવાનુ પંસદ કરશે.
યુપીમાં રાજ્યસભાની શીટોને લઈ ચુંટણી યોજાઈ રહી છે એમાં સમાજવાદી પાર્ટીએ વધારાનો એક ઉમેદવાર ઉભો કરી વિવાદ ખડો કર્યો હતો. જેથી બીએસપીના ઉમેદવારના જીતવા ઉપર પ્રશ્નાર્થચીન્હો મુકાઈ ગયા હતા. માટે માયાવતીએ ખીજાઈને પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યુ હતુ કે આવનારી પેટાચુંટણીમાં અમે સમાજવાદી પાર્ટીના ઉમ્મેદવારને હરાવવા માટે કોઈ પણ હદે જઈશુ ભલે અમારે ભાજપને પણ કેમ વોટ ના કરવા પડે અમે એવુ પણ કરીશુ.
આ પણ વાંચો – ડાંગના પ્રાકૃતીક સંસાધનો ઉપર પહેલો અધિકાર આદીવાસીનો : વિજય રૂપાણી
માયાવતીના આરોપ છે કે સમાજવાદી પાર્ટી કોન્ગ્રેસની માફક અમારી વિરૂધ્ધ ષડયંત્રો કરી રહી છે. અને તેઓ મુસ્લીમ વોટરોને ભ્રમીત કરવાનુ કામ કરી રહી છે જેથી મુસ્લીમ સમુદાય અમારાથી દુર થઈ જાય.
તેમના આ સ્ટેટમેન્ટ ને કારણે કોન્ગ્રેસ સહીત સમાજવાદી પાર્ટી તેમની ઉપર આરોપો લગાવી રહ્યા છે કે તેમને ભાજપ સાથે અંદરખાને ગઠબંધન કરી લીધુ છે.
વિરોધીઓને જવાબ આપતા માયાવતીએ જણાવ્યુ હતુ કે હુ રાજનીતી છોડવાનુ પસંદ કરીશ પરંતુ ક્યારેય ભાજપ સાથે ગંઠબંધન તો નહી જ કરૂ. કેમ કે બીએસપી ક્યારેય સાપ્રંદાયીક શક્તિઓ સાથે હાથના મીલાવી શકે. અમારી પાર્ટીની વિચારધારા સર્વજન સુખાય સર્વજન હીતાય છે. અને ભાજપની વિચારધારા અલગ છે. બીએસપી ક્યારેય એવી પાર્ટી સાથે ગંઠબંધન ના કરી શકે જે પાર્ટી સાપ્રંદાયીક,જાતીવાદી અને પુંજીવાદ શક્તિઓને આગળ લાવવા પ્રયત્નશીલ રહે છે. અમારી બધી જ શક્તિઆ સાપ્રંદાયીક,જાતીવાદી અને પુંજીવાદી તાકતોની વિરૂધ્ધ લડવામાં ખપાવી દઈશુ.
અખીલેશ ઉપર ગંભીર આરોપ લગાવ્યા
માયાવતીએ ગુરૂવારના રોજ પ્રેસકોન્ફરન્સમાં સમાજવાદી પાર્ટી ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે અમે આ પેટાચુંટણીમા ડીમ્પલ યાદવને સપોર્ટ કરવાનુ વિચાર્યુ હતુ. આ અંગે વાતચીત કરવા માટે અમે અખીલેશ યાદવને ફોન પણ કર્યો હતો. પરંતુ તેઓએ અમારો ફોન રીસીવ જ નહોતો કર્યો. જે દર્શાવે છે કે તેઓ અમારી સાથી કામ કરવા જ નથી માંગતા. અખીલેશ અમારો ફોન પણ નથી ઉપડાતા અને મીડીયામાં ખોટો પ્રચાર કરી અમારી વિરૂધ્ધ ખોટી અફવાહો ફેલાવી રહ્યા છે. અખીલેશ યાદવને આ ફોન કરવા અંગે મીડીયા દ્વારા પુછવામાં આવ્યુ ત્યારે તેઓ આ સવાલને ટાળી દીધો હતો. જે માયાવતીના દાવાને મજબુત કરે છે.