વ્યક્તિની પડતી સમાધાનોથી થાય છે, હુ પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ સમાધાન નહી કરૂ : નવજોત સિદ્ધુ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજાેત સિદ્ધુએ બુધવારે એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી અધિકાર અને સત્યની લડાઈ લડતા રહેશે. તેમણે કહ્યું કે મારી કોઈ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. મારી રાજકીય કારકિર્દી 17 વર્ષની છે, જે પરિવર્તન લાવવાની હતી. તે લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે હતું. આ મારો ધર્મ છે.

સિદ્ધુએ કહ્યું કે હું ન તો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકું અને ન તો તેને ગેરમાર્ગે દોરવા દઉં. હું ન્યાય માટે લડવા, પંજાબના લોકોનું જીવન સુધારવા માટે કંઈપણ બલિદાન આપીશ. મારે આ વિશે વિચારવાની જરૂર નથી.

આ પણ વાંચો – બીલ્ડર્સોએ તેમના ખરીદારોને કરેલા તમામ વાયદા પુરા કરવા પડશે : સુપ્રીમ કોર્ટ

પાર્ટીના હાઇકમાન્ડ દ્વારા સિદ્ધુના રાજીનામાં બાદ હવે તેમણે મનાવવા માટે પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે બંને પક્ષે હવે કોઈ વાતચીત થઈ નથી. આટલું જ નહીં પણ પક્ષ દ્વારા પંજાબમાં હવે નવા કોંગ્રેસ અધ્યક્ષ શોધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ હરીફાઈમાં હવે રવનિત સિંહ બિટ્ટુનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઇકમાંડ સિદ્ધુથી નારાજ છે. તેમની વિરુદ્ધ હવે પાર્ટીનું વલણ કડક થઈ જાય તેવી પણ સંભાવના છે. જાે કે કોંગ્રેસે હજુ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. નવજાેત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય છે. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.