ગરવી તાકાત,મુબઈ
સુશાંત સીંહ રાજપુતની આત્મહત્યા સાથે જોડાયેલ કેફી પદાર્થો ના મામલામાં ધરપકડ કરાયેલી રીયા ચક્રવર્તી એ મુબઈ ની અદાલતમાં દાખલ કરેલી તેની જમાનત યાચીકામાં આરોપ લગાવ્યા છે કે નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા પુછપરછમાંં તેને ગુનો સ્વીકારવવાળા સ્ટેટમેન્ટ આપવા મજબુર કરવામાં આવી હતી. તેની યાચીકામાં એમ પણ જણાવાયુ કે રીયાની આઝાદી ઉપર મનમાની રીતે રોક લગાવવામાં આવી છે, અને આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે તેની પુછપરછ દરમ્યાન તેની સાથે કોઈ મહિલા અધિકારી નહતી. સેશન કોર્ટમાં રીયાએ એ પણ જણાવ્યુ હતુ કે તેમને કોઈ અપરાધ નથી ક્યો અને એને આ મામલામાં ફસૉાામાં આવી રહી છે. નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરો એ ત્રણ દીવસ પહેલા મંગળવારે રીયાાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો – મીડીયા રીયા સાથે નહી પણ લોકડાઉનમાં નિરાશ્રીત થયેલા લોકોનુ મજાક ઉડાવી રહ્યુ છે
રીયા ના વકીલ સતીશ માનશિંદે એ જે જમાનત યાચીકા કોર્ટમાં દાખલ કરી છે. એમા કહેવાયુ છે કે નારકોટીક્સ કન્ટ્રોલ બ્યુરોની ધરપકડ દરમ્યાન રીયાને દોષ સ્વીકાર ના સ્ટેટમેન્ટ આપવા મજબુર કરવામાં આવી હતી. એટલે રીયા એ બધાજ કબુલનામાને પાછી લઈ રહી છે. તથા રીયાએ યાચીકામાં જણાવ્યુ છે કે તેની ધરપકડ બીનજરૂરી છે અને તેને કારણ વગર ધરપકડ કરવામાં આવી છે.