હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

February 10, 2022

નાના બાળકોની આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતા નું મોટું કારણ છે. આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાંથી ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગયા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થિનીએ લખેલી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી. જેમાં તેણે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના સમા સાવલી રોડ પર રહેતા પરિવારમાં માતા-પિતા બંને નોકરી કરે છે અને તેમને સંતાનમાં ૨ પુત્રીઓ છે. મંગળવારે દિવસ દરમિયાન માતા-પિતા નોકરી પર ગયાં હતાં, જ્યારે તેમની બંને પુત્રી ઘેર હતી. જે પૈકી મોટી ૧૬ વર્ષની ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા આખો દિવસ તેના રૂમમાં હતી. જેથી તેની નાની બહેનને એમ હતું કે, તેની બહેન તેના રૂમમાં વાંચી રહી છે. જ્યારે માતા-પિતાએ રૂમનો દરવાજાે ખખડાવતાં બંધ જણાયો હતો. જેથી દરવાજાે બળજબરીથી ખોલીને જાેતાં સગીરાએ ગળેફાંસો લગાવી લીધેલો જાેવા મળ્યો હતો. આ મામલે હરણી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરતાં પહેલાં અંગ્રેજીમાં એક પાનાની ચિઠ્ઠી લખેલી હતી. જેમાં તેણે વારંવાર જણાવ્યું હતું કે, હું ડિપ્રેશનમાં છું અને મને આશા હતી કે મારો સમય સારો આવશે પણ સારો સમય આવ્યો નહીં. હું સારી પુત્રી ન બની શકી. તેણે ચિઠ્ઠીમાં સેડનેસ અને હોપલેસ જેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે અને તેના આધારે તે માનસિક ડિપ્રેશનમાં હોવાનું પોલીસને લાગી રહ્યું છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0