વૈશ્વિક માર્કેટમાં Genesisની ત્રણ કાર ઉપલબ્ધ છે હ્યુન્ડાઈ આગામી ઓટો એક્સ્પો 2020માં આ બ્રાન્ડ પ્રસ્તુત કરી શકે છે

ગરવીતાકાત ઓટો ડેસ્ક. ભારતીય બજારમાં મારુતિ સુઝુકી સાથે સ્પર્ધા કરતી હ્યુન્ડાઇ હવે મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કાર ઉત્પાદકો સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે. કેટલાક અહેવાલોએ એવો દાવો કર્યો છે કે, લક્ઝરી બ્રાંડ કાર Genesis ભારતીય બજારમાં શરૂ તેની કાર કરવાની તૈયારી કરી રહી છે. 2020 પછી, કંપની ભારતમાં જીનેસિસ બ્રાન્ડ લોન્ચ કરે તેવી શક્યતા છે.

કંપની દેશમાં નાના શોરૂમ ખોલવા જઈ રહી છે

1.અહેવાલમાં જણાવાયું છે કે, હ્યુન્ડાઇ હવે ભારતમાં તેની વૈભવી બ્રાંડ રજૂ કરવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરી રહી છે. કંપની દેશના પસંદગીનાં શહેરોમાં અનુભવ કેન્દ્રો અને નાના શોરૂમ ખોલવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, હ્યુન્ડાઇ 2020 ના ઓટો એક્સ્પોમાં વિશ્વની આ કાર પ્રદર્શિત કરી શકે છે.

2.આંતરરાષ્ટ્રીય બજારમાં જિનેસિસ બ્રાન્ડ હેઠળ હ્યુન્ડાઇની ત્રણ લક્ઝરી સેડાન કાર ઉપલબ્ધ છે. તેમાં G70, G80 અને G90 નો સમાવેશ થાય છે. G70 એ આ બ્રાન્ડનું એન્ટ્રી લેવલ મોડેલ છે. તેમાં 249bhp પાવર 2.0-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 360-bhp પાવર વાળું 3.3-લિટર, ટ્વીન-ટર્બો  V6 એન્જિનનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

3.

જિનેસિસનાં મીડ રેંજ મોડેલ G80 માં ત્રણ એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં 307bhp પાવર સાથે V6 એન્જિન, 360bhp પાવર સાથે 3.3-લિટર એન્જિન અને 414bhp પાવર સાથે 5-લિટર V8 એન્જિન સામેલ છે. G90 એ જિનેસિસનું ટોપનું મોડેલ છે. તેમાં 360-bhp પાવર ટ્વીન-ટર્બો V6 અને 414-bhp પાવર 5.0-લિટર V8 એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે.

Contribute Your Support by Sharing this News: