પત્નિની આત્મહત્યા બાદ જેલ થવાના ડરે પતિ તેની દિકરીને લઈ સુરતની તાપી નદીમાં કુદ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરતમાં રહેતા એક પરિવાર વિખરાઈ જવાની ઘટના સામે આવી છે. પત્નીએ આપઘાત કરતા પતિ હૈયાફાટ રૂદન કરીને 7 વર્ષની પુત્રીને લઇને તાપી નદીમાં કુદ્યો હતો. જેમાં માસુમ પુત્રીનું મોત નિપજ્યુ છે અને પિતા સારવાર હેઠળ છે. સાવકી દીકરીને લઇ થતાં પારિવારીક ઝઘડો થતા જેથી પત્નીએ ઝેર ગટગટાવ્યું હતું. ત્યારે જેલ ન જવાની બીકે પતિએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. પિતા સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાયો છે.

જૂનાગઢના લીલવા ગામનો તળાવિયા પરિવાર સુરતમાં સ્થાયી થયો છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા સંજય તળાવિયાનો પરિવાર સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજભૂમિ વિસ્તારમાં રહેતો હતો. સંજયભાઈના પોતાની પહેલી પત્ની જલ્પા સાથે 2018 ના વર્ષમાં છુટાછેડા થયા હતા. જેનાથી તેમને 7 વર્ષની દીકરી જીયા હતી. છુટાછેડા બાદ જિયા પિતા સાથે રહેતી હતી. થોડા સમય બાદ સંજયે રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન થયા હતા. સંજયની બીજી 32 વર્ષીય પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. પરંતુ જીયાને સાચવવાના મુદ્દે બંને પત્ની પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી રેખાબેને બુધવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.

વડનગરમાં પુત્રના પ્રેમ સંબધે પિતા ઉપર 2 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

પત્નીની આત્મહત્યા જાેઈને સંજય ગભરાઈ ગયો હતો. પોતાને જેલ થશે તે ડરે તેણે પણ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. દીકરી જીયાને લઈને તે તાપી નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. સવજી કોરાટ બ્રિજ પર તેણે હૈયાફાટ રુદન કર્યું હતું, જેના બાદ તે દીકરી જીયાને લઈને નદીમાં કૂદ્યો હતો. પરંતુ સંજયને નદીમાં ડૂબતા જાેઈ સ્થાનિક લોકો મદદે આવ્યા હતા. પિતા પુત્રીને નદીમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યા માસુમ જીયાનું પાણીમાં ડૂબીને મોત નિપજ્યુ હતું. મોડી સાંજે ફાયર બ્રિગેડની જીયાનો મૃતદેહ મળ્યો હતો. સંજય તળાવિયાનો જીવ બચ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આથી કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ પુત્રીની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.