— પોતાની ખરજવાની અને પત્નીની ગાયનેકની દવા ન કરાવતા પતિને અન્યત્ર સંબંધ હોવાનો પણ આક્ષેપ
ખાનગી નોકરી કરતી 31 વર્ષની યુવતીએ ગાંધીનગર જિલ્લામાં રહેતા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. અન્ય સંબંધ ધરાવતા પતિ સંબંધ રાખતા નથી અને સસરા અડપલાં કરતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે
ગોતા વિસ્તારમાં રહેતી 31 વર્ષની પરિણિતાએ ગાંધીનગર જિલ્લાના પતિ અભિલાષ, સસરા સહિતના લોકો સામે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ડીસેમ્બર- 2020માં લગ્ન પછી પતિને ખરજવું હોવાની જાણ થઈ હતી. કહેવા છતાં પતિ દવા કરાવતા નહોતા. લગ્નના એક મહિના પછી પતિએ બોલાવવાનું બંધ કરી રાતે મોડા ઘરે આવવાનું શરૂ કર્યું હતું.
પત્ની પૂછે તો પતિ ગાળાગાળી કરતાં હતાં તે સહન કરતી હતી. પતિ દર અઠવાડિયા પોતાના વતનના ગામડે જતા રહેતા હતા. સસરા અને નણંદ વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠવાનું કહેતા હતા. આ બાબતે માનસિક ત્રાસ અપાતો હતો. ગાયનેક પ્રોબ્લેમ થયો ત્યારે દવા કરવાની પણ ના પાડવામાં આવી હતી.
ગત માર્ચ મહિનામાં વિધૂર સસરાએ અડપલાં કરી શારીરિક સંબંધની માગણી કરી હતી. પ્રતિકાર કરનાર પરિણીતા સાથે સસરાએ ઝઘડો કર્યો હતો. પતિને આ બાબતે તેમજ તેમના અન્ય સંબંધ બાબતે વાતચિત કરતાં ઝઘડો કર્યો હતો. મારે રિલેશન છે અને તું નથી જોઈતી તેમ કહીને પહેરેલ કપડે પિતાના ઘરે મુકી ગયા હતા. પ્રયાસો છતાં પતિ, સાસરિયા ફરી લઈ ન જતા સોલા પોલીસમાં ફરિયાદ નોધાવાઈ છે
(ન્યુઝ એજન્સી)