મહેસાણાના રામોસણામા એક યુવકે આત્મહત્યા કરી લેતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પત્નિના આડા સંબધ અન્ય યુવક સાથે હોવાથી, પતિએ આત્મહત્યા કરી લેવાનુ સામે આવ્યુ છે. જેમાં પતિએ ઘરમાં પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં મૃતકની પત્નિને આત્મહત્યાની જવાબદાર માની તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધવવામાં આવી છે. આ ફરિયાદ મૃતકના ભાઈએ નોંધાવી છે.
ફરિયાદ આધારે મૃતકની પત્નિને કોઈ અન્ય પુરૂષ સાથે સંબધ હોવાથી ફોન ઉપર વાતો કરતી રહેતી હતી. જેની જાણ તેના પતિને થઈ જતાં બન્ને વચ્ચે અવાર -નવાર ઝઘડા થતાં હતા. બાદમાં યુવકે કંટાળી ઘરના પંખા ઉપર લટકી આત્મહત્યા કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મુળ ઉત્તર પ્રદેશનો હતો. જેનુ નામ ઠાકુલ બન્ટીસીંગ હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ ધંધાર્થે અહિયા રહેતા હતા. યુવકની આત્મહત્યા બાદ મૃતકના ભાઈએ તેની ભાભી રવીના વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે મહિલા વિરૂદ્ધ આત્મહત્યા માટે પ્રેરવા(306) સહીત આઈપીસીની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.