વિજાપુર તાલુકાના વડાસણ ગામે ઘરે કેમ હાજર રહેતી નથી કહી પતિએ પત્નીને ડંડાથી ઢોરમાર માર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વડાસણ ગામે પત્નીને ઘરે કેમ હાજર રહેતી નથી કહી પતિએ ડંડા વડે માર માર્યો ત્યારબાદ પિયર પહોંચેલા મહિલાએ વસઈ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાઇ. પોલીસ સૂત્રો મુજબ, વિજાપુર તાલુકાના વડાસણ ગામે આશાબેન વિહોલ પતિ દિલીપસિંહ અને સંતાનો સહિતના પરિવાર સાથે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

3 જુલાઈના રોજ આશાબેન બાળકો માટે ગામમાં બિસ્કીટનાં પડીકાં લેવા માટે ગયા અને ઘરે પરત આવતાં પતિ દિલીપસિંહે તું ઘરે કેમ હાજર રહેતી નથી કહેતાં આશાબેને બાળકો માટે બિસ્કીટનાં પડીકાં લેવા ગામમાં ગઈ હતી તેમ કહ્યું.

આથી દિલીપસિંહે ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી આશાબેનને ગડદાપાટુનો અને ડંડાથી ઢોરમાર માર્યો. સાસુ, સસરાએ આવી આશાબેનને વધુ માર થી છોડાવી તેમના ઘરે લઈ ગયા હતા. ત્યાર બાદ પિયર પહોંચેલાં આશાબેને પ્રાથમિક સારવાર કરાવી પતિ દિલીપસિંહ વિરુદ્ધ વસઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.