ગરવીતાકાત,પાટણ(તારીખ:૧૩)

આમ તો ચોમાસાની વિદાય થઈ ચૂકી છે.પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે પશુધન તેમજ ઊભા પાકને ભારે નુકશાન થઇ રહ્યુ છે. આ નુકસાન ના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખેતી પાક ના નુકસાન ભાર ભોગવવાનો વારો આવ્યો છે.ક્યારે સરસ્વતી તાલુકા સરીયદ ગોલીવાડા.સાંપ્રા.ઉંદરા .સોટાવડ લોધી.મેલુસણ.ચારૂપ.નાયતા.કાંસા.બેપાદર.કોઇટા.વડીયા.કાલોધી.જેવા ગામડાઓમાં સીધા પટ્ટા માં વાવાઝોડું નીકળ્યું.હતું.ભારે પવન સાથે વરસાદ ઝીંકાતા વૃક્ષો તેમજ મકાનો ધરાશાયી થયા હતા. વૃક્ષ ધરાશાયી થતા પશુધનને ભારે નુકશાન થયું હતું.અને કેટલાક પશુઓ મરણ પામ્યા હતા.એરંડા વરીયાળી જીરૂ ઘઉંના વાવેતર અને વ્યાપક નુકસાન થયું છે જ્યારે વૃક્ષો પડવાથી કેટલાક દટાઈ જવાથી મોત થયા છે.આ મહામૂલ્ય પશુધન ના મોતથી ખેડૂતો અને લોકો નિરાધાર બન્યા છે.અચાનક આવા હવામાન પલટાના કારણે કુદરત સામે ખેડૂતો પણ લાચાર બની રહ્યા છે.આ થયેલા કુદરતી નુકસાન મા સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

તસ્વીર અહેવાલ ભુરાભાઈ સુદૌ્સણા  સરસ્વતી પાટણ  

Contribute Your Support by Sharing this News: