• વાયુ વાવાઝોડાની વધી રહેલી ભયાનકતાને જોતાં એનડીઆરએફની વધુ 12 ટીમ બોલાવવામાં આવી છે. બિહારના પટનાથી 6 અને તમિલનાડુના ચેન્નઈથી 6 ટીમ બોલાવવામાં આવી છે. આમ, રાજ્યમાં કુલ 48 અને દીવમાં એનડીઆરએફની 3 ટીમ તહેનાત કરવામાં આવી છે.
 • જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાઝ બારામાં વસતા 400થી વધુ લોકોનું સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે. એસટી બસ દ્વારા તમામ લોકોને શારદાગ્રામ ખાતે ખસેડવામાં આવ્યા છે.
 • જૂનાગઢ : પ્રવાસન મંત્રી જવાહર ચાવડા ડિઝાસ્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ કરી. પ્રવાસન મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી  તમામ પરિસ્થિતિઓની માહિતી મેળવી.
 • મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવાથી ગરમીમાં આંશિક રાહતની સાથે બફારો અને ઉકળાટ વર્તાઈ રહ્યો છે.
 • ગુજરાતમાં એનડીઆરએફની 48 ટીમ અને દીવમાં 3 ટીમને તહેનાત કરવામાં આવી છે.
 • Vayu Cyclone : Heavy To heavy Rain forecast in Junagadh, Diu and Gir-Somnath District – 12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયુ વાવાઝોડાને લઈ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ વાવાઝોડાથી પ્રભાવિત થનારા લોકોની મદદ માટે તૈયાર રહે. આ ઉપરાંત રાહુલે ગુજરાતના લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.

  View image on Twitter
 • ગાંધીનગરના હવામાનમાં પલટો નોંધાયો છે. પાટનગરમાં વાદળછાયા વાતાવરણની સાથે બફારો નોંધાયો છે. શહેરમાં ધીમા છાંટા પડવાની પણ શરૂઆત થઈ.
 • હવામાન વિભાગે જણાવ્યું કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી 340 કિમી દૂર છે.

  View image on Twitter
 • Vayu Cyclone : Heavy To heavy Rain forecast in Junagadh, Diu and Gir-Somnath District – 12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
 • વાયુ વાવાઝોડાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લામાં તંત્ર એલર્ટ પર છે. જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 130 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
 • રાજ્યમાં 24 કલાક દરમિયાન વલસાડ, તાપી, નર્મદા ડાંગ, સુરત, નવસારી સહિત 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 28 મિમી વરસાદ નોંધાયો છે.undefined
 • સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા વાયુની અસર દેખાઈ છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વા
 • Vayu Cyclone: people gathered at Chopati in Porbandar despite notification alert-પોરબંદરમાં તંત્ર ઊંઘતું ઝડપાયું, જાહેરનામાનો ભંગ કરી ચોપાટી પર ભીડ જામી
 • Vayu Cyclone : Light Rain observe in Ahmedabad, Rain at Six District in Last 24 Hour – બુધવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 28 મિલીમીટર વરસાદ પડ્યો છે.
 • પોરબંદરમાં વાવાઝોડાને લઈ  તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોરબંદરની હોટલોમાં રોકાયેલા તમામ ટુરિસ્ટને બુધવાર સવારે હોટલ છોડવા અપીલ કરવામાં આવી છે. હોટલ માલિકોને પણ નવા આવનારા ટુરિસ્ટોને રૂમ નહીં ફાળવવા કરી અપીલ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ આ પગલાં લીધા છે

વાયુ વાવાઝોડાને લઈ સુરત જિલ્લાના 31 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સ્થળાંતર માટેના લોકેશન કરાયા ફાઇનલ. એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાશે. જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ જોઈ સ્થળાંતરનો નિર્ણય લેવાશે. હજીરા ઇન્ડસ્ટ્રીઝને પણ એલર્ટ કરવામાં આવી છે.

 • Vayu Cyclone : Six person died in Gujarat After Lightning and Tree Fall incident – બુધવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી 420 કિલોમીટર દૂર હતું.
 • વાયુ વાવાઝોડું વધુ મજબૂત બનતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પોરબંદર માટે રવાના કરવામાં આવી છે. બુધવાર વહેલી સવારે બે અધિકારી અને 15 ફાયર જવાનોની ટીમ પોરબંદર જવા રવાના થઈ છે
 • નવસારી જિલ્લા કેટલાક વિસ્તારોમાં મંગળવાર રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી, જલાલપુર, ચીખલી, વાંસદા, ખેરગામ અને ગણદેવીનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકાના ઉનાઈ અને આજુબાજુના વિસ્તારમાં 23 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે
 • વાવાઝોડું ગુજરાતના કયા વિસ્તારમાં ટકરાશે તેની ઈમેજ હવામાન વિભાગે જાહેર કરી છે.

  View image on Twitter
 • હવામાન વિભાગે વાયુ વાવાઝોડું વધુ મજબૂત થયું હોવાનું જણાવ્યું છે. તેને વેરી સિવિઅરની કેટેગરીમાં મૂક્યું છે.
Contribute Your Support by Sharing this News: