સામાન્ય લોકો ઉપર દાદાગીરી અને દબંગાઈ કેટલી વ્યાજબી -સમુહ લગ્ન મામલે ગોપાલ ઈટાલીયા

શેર કરવા અહીં ક્લિક કરો.
અમરેલી નજીક આવેલ ચાંદગઢમાં  કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતીના સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.  પ્રશાશનના કહેવા મુજબ આયોજકોએ વગર પરવાનગીએ આ લગ્નનુ આયોજન કર્યુ હોવાથી તેમને  રોકવામાં આવ્યા હતા.  સમુહ લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે પોલીસે રેઈડ કરતા દંડ થવાના ડરના કારણે લોકોમાં નાસભાગ  જોવા મળી હતી. જેથી લીલા તોરણે જાન પાછી ગઈ હતી. પોલીસની આ કાર્યવાહીથી લોકમાં ભારે નારજગી જોવા મળી હતી. સામાન્ય લોકો આ મામલે કહી રહ્યા હતા કે પોલીસની આ કાર્યવાહી અમાનવીય કહેવાય. એક તરફ પોલીસ ભાજપના નેતાઓની રેલીઓને પ્રોટેક્ટ કરે છે અને બીજી તરફ સામાન્ય લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરે છે. જે દર્શાવે છે કાનુન બધા માટે એક નથી રહ્યો. 

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?

આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ સરકાર તથા પ્રશાસન ઉપર અટેક કરતા જનતા ઉપર દાદાગીરી તથા દંબગાઈ સાથે સરખાવી હતી. તેમને પોતાની ફેસબુક પોસ્ટમાં આ મામલે લખ્યુ હતુ કે,સામાન્ય જનતા ઉપર આટલી હદે દાદાગીરી અને દબંગાઈ કેટલી વ્યાજબી છે?ગમે તેવો ગરીબ કે લાચાર માણસ હોય પરંતુ પોતાના ખુદ લગન હોય તે દિવસે રાજા જેવી લાગણીઓ અનુભવતો હોય પરંતુ ભાજપની નિમ્ન કક્ષાની સરકારે ગરીબ પરિવારના સમૂહ લગનમાં પણ જિંદગીના સૌથી ખુશી થાય એવા દિવસે વરરાજાઓને પરણ્યા વગર ભગાડ્યા.પાટીલની રેલીમાં વાંકા વળીને સલામો ભરતા અધિકારીને ગરીબ પરિવારની ખુશીઓમાં રોડા નાખવાનો અધિકાર ભાજપે આપ્યો છે.જાગો દોસ્તો જાગો.આ તાનાશાહ ભાજપ હટાવો એમ કહી સરકારના તાનાશાહી વલણને વખોડી નાખ્યુ હતુ.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.