ત્રીજી નવેમ્બરના રોજ યોજાયેલ 8 વિધાનસભા બેઠકોની પેટાચુંટણીના રીઝલ્ટમાં તમામ જગ્યાએ ભાજપનો કેસરીયો લહેરાયો છે. જેમાં કરજણ,અબડાસા,લીબંડી,મોરબી,ધારી,ગઢડા,ડાંગ તથા કપરાડામા ભાજપનો વિજયપતાકા લહેરાયો હતો. મોરબી વિધાનસભામાં જ કોન્ગ્રેસ ભાજપથી થોડા અતંરોથી હારી હતી. પરંતુ અન્ય બધી શીટો ઉપર મોટ્ટા માર્જીનથી વિજય હાંસીલ કર્યો છે.
અબડાશાની શીટ ઉપરથી લડી રહેલા ભાજપના જાડેઝા પ્રધ્યુમન પેટાચુંટણીમાં પણ 36778 જેટલા મોટ્ટા માર્જીનથી કોન્ગ્રેસના ડો. શાંતીલાલને હરાવ્યા છે. ધારીની શીટ ઉપરથી ભાજપમાથી ચુંટણી લ઼ડી રહેલા જેવી કાકડીયાએ કોન્ગ્રેસના સુરેશ કોટડીયાને 17,209 મતોથી હરાવ્યા છે. કરજણમાં પણ કોન્ગ્રેસના કીરીટીસીંહ જાડેજા 16425 મતોથી અક્ષય પટેલ સામે હાર્યા હતા. ડાંગ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોન્ગ્રેસનો કંગાળ દેખાવ સામે આવ્યો હતો. જ્યાં ભાજપના વિજયભાઈ પટેલે કોન્ગ્રેસના સુર્યકાન્ત ગાવીતને સૌથી વધુ માર્જીન 60,095 મતોથી હરાવી ડાંગની શીટ ઉપર કોન્ગ્રેસના દાવાને ખારીજ કરી દીધો હતો. કપરાડામાં પણ ભાજપના જીતુભાઈ ચૌધરી 47066 મતોથી વિજય થયા હતા જ્યા અહિ તેમને કોન્ગ્રેસના બાબુભાઈ પટેલ ને હરાવ્યા છે. એકતરફી રીઝલ્ટમાં ભાજપને સૌથી વધુ ટફ પડ્યુ હોય તો એ મોરબીની બેઠક હતી અહી ભાજપના ઉમેદવાર બ્રીજેશ મેરજા 4649 મતોથી જીત્યા હતા. આ પેટાચુંટણીમાં ભાજપને બધી શીટો ઉપર લગભગ 50 ટકા મતો મળ્યા છે. લીમડી વિધાનસભામાં પણ ભાજપના કીર્તીસીંહ રાણા 32050 મતોથી આગળ છે જે માર્જીન કોન્ગ્રેસ માટે કાપવુ અશક્ય છે. એવી જ રીતે ગઢડા બેઠક ઉપર 22595 મતોથી ભાજપના આત્મારામ પરમાર આગળ હોવાથી જીત નક્કી છે.
આ પેટા ચુંટણીમાં ભાજપ અને કોન્ગ્રેસને મળેલા મતોની ટકાવારીની વાત કરવામાં આવે તો ભાજપને મોરબી શીટ ઉપર 45.14% અને કોન્ગ્રેસને 41.09% મત મળ્યા હતા.
અબડાસામાં 49.3% મતો ભાજપને અને કોન્ગ્રેસને માત્ર 24.06 % મતો જ હાસીંલ થયા હતા અહી કોન્ગ્રેસને તેમના પંરપરાગત મતો અપક્ષ ઉમેદવારોમાં વહેચાઈ જવાના કારણે ઓછી ટકાવારીમાં મત મળ્યા હતા. અહિ પઢીયાર હનિફ નામના ઉમદવારને 26361(18.16%) મતો મળ્યા હતા. ડાંગ આદીવાસી વિસ્તાર હોવા છતા અને કોન્ગ્રેસની ગ્રામ્ય વિસ્તારમાં પકડ વધુ મજબુત હોવા છતા પેટાચુંટણીમાં કોન્ગ્રેસ અહિયા પણ ફીસડ્ડી સાબીત થઈ હતી અહી તેમને 33541 (25.01%) મતો અને ભાજપના વિજય પટેલને 94,000 (69.58%) મત મળ્યા હતા.ધારીમાં જેવી કાકડીયાને 49695(49.89%) અને કોન્ગ્રેસને 32592(32.71%) મત મળ્યા હતા.ગઢડા શીટ ઉપર ભાજપને 70367(55.93%) મત અને કોન્ગ્રેસના મોહનભાઈ સોલંકીને 48807(38.01%) મત હાંસીલ થયા હતા. કપરાડા શીટ ઉપર પણ ભાજપને 112357(59%) કોન્ગ્રેસના બાબુભાઈ પટેલ 65556 (34.42%) મત હાશીંલ થયા હતા. કરજણમાં અક્ષય પટેલને 76831(53.62%) અને કોન્ગ્રેસના કીરીટસીંહ જાડેજાને 60422(42.18%). લીંબડી શીટ ઉપરથી ભાજપના ઉમેદવાર કીરીટસીંહ રાણાને 88928(55.91%) તેમની સામે લડી રહેલા કોન્ગ્રેસના ચેતનભાઈને 56878(35.75%) મત હાંસીલ થયા હતા. પેટાચુંટણીમાં કોન્ગ્રેસ કોઈ જગ્યાએથી સૌથી ઓછા માર્જીનથી હારી હોય તો એ મોરબીની શીટ છેે, અહી ભાજપ અને કોન્ગ્રેસને મળેલા વોટ પર્સન્ટેઝમાં પણ માર્જીન સૌથી રહ્યુ હતુ. અહીથી કોન્ગ્રેસના જંયતીભાઈ પટેલને 60062(41.09%) મત અને ભાજપના બ્રીજેશ મેરજા 64711(45.14%) ટકા મતો હાશીંલ થયા હતા.