દાંતોના સારા સ્વાસ્થ્ય માચે રોજ બે વાર ટૂથ બ્રશ કરવું સારુ માનવામાં આવે છે. એવું કરવાથી ના ફક્ત મોંમા હાજર બેક્ટેરિયા દૂર થઈ જાય છે પરંતુ, દાંત પણ મજબૂત રહે છે. તેથી લોકો પોતાના બજેટ અનુસાર ટૂથબ્રશ ખરીદે છે અને તેનો સતત વપરાશ કર્યા રાખે છે. ત્યાં સુધી કે, તેના રેશા પણ ઘસાઈ જાય છે છતાં લોકો તેને પોતાના દાંતોમાં ઘસ્યા રાખે છે. મોટાભાગના લોકોને આ વાતની જાણકારી નથી કે ટૂથબ્રશને કેટલાં દિવસોમાં બદલી દેવું જોઈએ. આજે અમે આ વિશે તમને ડિટેઇલ્સમાં જાણકારી આપીશું અને જણાવીશું કે ટૂથબ્રશને કેટલાં સમયમાં બદલી દેવું જોઈએ.
ડેન્ટલ એક્સપર્ટો અનુસાર, ભલે ટૂથબ્રશ કોઈપણ બ્રાન્ડનું કેમ ના હોય. તેને 3થી4 મહિના બાદ કોઈપણ હાલમાં બદલી દેવું જોઈએ. તેનું કારણ એ છે કે, 3 મહિના બાદ તેના રેશા ખરાબ થઈને સખત થઈ જાય છે. જેના કારણે બ્રશ કરવાથી દાંત સાફ થવાને બદલે તેને નુકસાન પહોંચવા લાગે છે. જો તમને શરદી-ખાંસી, તાવ અથવા માઉથ ફંગસ સાથે જોડાયેલી કોઈ પણ બીમારી હોય તો તરત તમારુ ટૂથબ્રશ બદલી લેવું જોઈએ. એવું ના કરતાં બેક્ટેરિયા તમારે બ્રશ પર ચોંટી જશે, જેના કારણે તે ઠીક થવાના બદલે તમે વધારે બીમાર થતાં રહેશો. આ વાતનું ધ્યાન રાખો કે, પરિવારના તમામ લોકો પોતાના ટૂથબ્રશ એક જ જગ્યા પર ના રાખે. એવું કરવાથી જો પરિવારનાં કોઈપણ સભ્યને કોઈ બીમારી હશે તો તે બીજા લોકમાં પણ ફેલાઈ શકે છે.
તમારુ ટૂથબ્રશ ખરાબ થઈ ગયું છે કે નહીં, તેને તમે બીજા પ્રકારે પણ ચેક કરી શકો છો. જો તેના રેશા તૂટવા લાગે છે તો તેનો અર્થ હોય છે કે તે ખરાબ થઈ ગયું છે. તેવા સમયે તેને બદલી દેવામાં જ સમજદારી હોય છે. વળી જો બ્રશના રેશાના નીચેના ભાગમાં સફેદ પરત જામવાનું શરુ થઈ જાય તો તેનો અર્થ થાય છે કે, હવે બ્રશ બદલવાનો સમય આવી ગયો છે. આવા સમયે તેને બદલવામાં જરાય મોડુ ના કરવું જોઈએ.