અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યના લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

April 7, 2022

— રાજ્યમાં કોરોનાના તમામ પ્રતિબંધો દૂર થઈ ગયા છે :

— પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યુ કે હજુ લોકોએ માસ્ક પહેરવું પડશે :

ગરવી તાકાત ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે નવા કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે. રાજ્યના કોઈપણ શહેરમાં કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટી ગયા છે. દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમા, ફરવાના સ્થળો ધામધૂમથી ચાલી રહ્યાં છે. તો સામાજિક પ્રસંગો સહિત અન્ય પ્રસંગોમાં હાજરીની કોઈ મર્યાદા નથી. પરંતુ આ વચ્ચે લોકોને એક સવાલ છે કે માસ્ક ક્યારે હટશે? માસ્કને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની વાત કહી છે.

— રાજ્યમાં હાલના તબક્કે માસ્ક પહેરવું પડશેઃ આરોગ્ય મંત્રી :

આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, રાજ્યમાં કોરોનાને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે. રાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી. ચીન જેવા દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે. તેવામાં રાજ્ય સરકાર હાલ માસ્કમાં છુટ આપશે નહીં.

— રાજ્યમાં કાલે નોંધાયેલા કેસન :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે. તો દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ, સુરતમાં એક-એક કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં નવા બે કેસ નોંધાયા છે. રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા હતા

— રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ :

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 74 છે, જેમાં બે દર્દી વેન્ટિલેટર પર છે. તો 72 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10942 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 1212947 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા છે. 

— રાજ્યમાં રસીકરણની સ્થિતિ :

ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં કોરોના વેક્સીનના 36141 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના 10 કરોડ 63 લાખ76 હજાર 623 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
10:41 pm, Feb 10, 2025
temperature icon 20°C
clear sky
Humidity 25 %
Pressure 1015 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 1%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:16 am
Sunset Sunset: 6:32 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0