મહેસાણા સીટી બસમાં GPS સીસ્ટમ વગર કીલોમીટર કેવી રીતે ગણવામાં આવી રહ્યા છે ? કોર્પોરેટરનો ચીફ ઓફિસરને પત્ર

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગરપાલીકા સીટી બસ શરૂ કરે એના પહેલા જ ભ્રષ્ટાચાર થયાના એહવાલો સામે આવ્યા હતા. હવે જ્યારે ઉંચા ભાવે આ બસનુ ટેન્ડર આપી દેવામાં આવ્યુ છે. ત્યારે ફરિવાર ગુરૂકૃપા એજન્સીની ગેરરીતી સામે આવી છે. જેમાં એજન્સીની બસોની અંદર જીપીએસ સીસ્ટમ ઈન્સ્ટોલ નહી હોવાથી કિલોમીટરમાં ગોટાળા થવાની રાવ ઉભી થઈ છે. આ સીવાય પણ એજન્સીએ અન્ય શરતોનુ ભંગ પણ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.

મહેસાણા નગરપાલીકા દ્વારા ગુરૂકૃપા એજન્સીને કિલોમીટર દીઠ લગભગ 33 રૂપીયાનુ ટેન્ડર આપવામાં આવ્યુ છે. જે મામલો હજુ સુધી શાંત નથી પડ્યો ત્યારે એજન્સીની બીજી કેટલીક ગેરરીતીઓ સામે આવી છે. જેમાં સીટી બસની સેવા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમાં જીપીએસ ઈન્સ્ટોલ કરવામાં નથી આવ્યુ. જો આ જીપીએસ સીસ્ટમ બસમાં ઈન્સ્ટોલ કરવામાં આવે તો બસનુ લાઈવ લોકેશન તથા કીલોમીટરની ચોક્કસ વિગતો મળી રહે. તાજેતરમાં રૂટનં 6 ની બસ હાઈનેશ હોટલની સામે બંધ હાલતમાં પડી હતી. જે મામલે પણ ખુબ હંગામો મચ્યો હતો. જેથી આ બાબતે નગરપાલીકાના કોર્પોરેટર કમલેશ સુતરીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી ગુરૂકૃપા એજન્સી દ્વારા આચરવામાં આવી રહેલ ગેરરીતી બાબતે યોગ્ય પગલા ભરવા અરજી કરી છે. તમને જણાવી દઈયે કે, આ એજન્સીની બસો દરરોજ 1200 કિલોમીટર ફરતી હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો – મહેસાણા સીટી બસના ટેન્ડર મામલે પાલીકા પ્રમુખનો લુલો બચાવ – કોંગ્રેસની વળતી પ્રતીક્રીયા : કિલોમીટર દીઠ 26 રૂપીયામાં ST મીનીબસ ભાડે મળી રહે, જેમા કોઈયે ટીકીટ પણ લેવાની હોતી નથી !

કોર્પોરેટર સુતરીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી જણાવ્યુ છે કે, તાત્કાલિક ધોરણે તમામ બસોમાં જીપીએસ સીસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવે જેથી લોકેશન અને કિલોમીટરની સાચી માહિતી સામે આવે તથા બસના પાછળના ભાગે જાહેરાતો લગાવવામા આવી રહી છે શરત નં. 7.1 નો ભંગ છે. માટે ચીફ ઓફિસરને આ મામલે ધ્યાન દોરી યોગ્ય પગલા ભરવા જણાવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.