આલોક રાય કેવી ધુણી ધખાવીને બેઠા છે મહેસાણા જિલ્લા ના છેવાડાના વિસ્તારમાં !.

શેર કરવા અહીં ક્લિક કરો.

— સમાજસેવક આલોક રાયના સહયોગથી અનેક પરિવારો ખુશખુશાલ :

— આલોક રાય મહેસાણાના ખેરાલુ સતલાસણા અને વડનગર જેવા છેવાડાના વિસ્તારોમાં જન સેવાની ધૂણી ધખાવીને બેઠા છે :

— અનેક દુખિયારા અને જરૂરિયાત મંદ લોકો માટે તેમને લોકો દીનાનાથ’ કહીને પણ સંબોધી રહ્યા છે :

— આલોક રાયની સેવા પ્રવૃત્તિ ની સુવાસ ધૂપ બત્તીની માફક જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પ્રસરી રહી છે :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના છેવાડાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા આલોક રાય નામના વ્યક્તિને લોકો ‘દીનાનાથ’ ના નામથી ઓળખવા લાગ્યા છે. છેવાડાના વિસ્તારમાં જ્યાં ગરીબ અને દીન દુખિયા લોકોને તેમની જરૂરિયાત મુજબની સુવિધા નથી મળતી તે અપાવવા માટે આલોક રાય સતત પ્રયત્નશીલ રહેતા હોવાની વાત અ જાણી નથી. આલોક રાય લોક સેવાની સાથોસાથ ભારતીય સંસ્કૃતિને પણ જીવંત રાખવાના સતત પ્રયત્નો કરતા રહ્યા છે. બીજા અર્થમાં કહીએ તો મહેસાણા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં તેઓ દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓ આંખે ઉડીને વળગે તેવી છે.

જિલ્લાના ખેરાલુ, સતલાસણા અને વડનગર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ની બહેનોને પગભર થવા માટે સિલાઈ મશીન સહિત તેમણે અનુકૂળ વ્યવસ્થા ઉભી કરી દેવા આલોક રાય સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. એટલું જ નહીં કૃષિ વ્યવસ્થાએ કરતા ધરતી પુત્રોને ખેત ઓજાર લેવા હોય, ખેતી કરવા માટે પાણીની વ્યવસ્થા ન હોય તો તેઓને બોર બનાવી આપવા અથવા તો કોઈને કોઈ રીતે પાણીની વ્યવસ્થા કરી આપવા જેવી તેઓ ઉમદા કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પંથકમાંથી મળેલી વિગતો મુજબ આલોક રાયની સેવા પ્રવૃત્તિ ધૂપબત્તીની જેમ સુવાસ ફેલાવી રહી છે.

— જરૂરિયાત મંદોને સરકાર જે રીતે સુવિધા પૂરી પાડે છે તે રીતે આલોક રાય મદદે આવી ઊભા રહે છે :

જિલ્લાના છેવાડાના વિસ્તારમાં વસ્તી પ્રજા અનેકવિધ પ્રકારે નાની મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. જે રીતે સરકાર આમ જનતાને મદદરૂપ બને છે. પરંતુ જાગૃતિ અને જાણકારી ના અભાવે પ્રજાજનો સરકારી યોજના નો લાભ લઈ શકતા નથી. બીજા અર્થમાં કહીએ તો સરકારી અમલદારો પણ આવા લોકો માટે કંઈ જ પરસેવો પાડતા નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારે મુશ્કેલી અનુભવતી પ્રજાને અનાજની કીટથી માંડી તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેમની મુશ્કેલી દૂર થાય તેવા પ્રયાસ આલોક રાય દ્વારા કરવામાં આવી રહ્યા છે.

— વડનગરમાં યોજાનારા કાર્યક્રમમાં પણ મહત્વનું યોગદાન :

મહેસાણા જિલ્લામાં આવેલા અર્વાચીન ભારતના ચેતના કેન્દ્ર વડનગર ખાતે આગામી તા. ૨૪ જુલાઈ રવિવારના સાંજે ચારથી છ વાગ્યાના સમય દરમિયાન પાલિકાના ટાઉનહોલ ખાતે સુદર્શન ન્યુઝ દ્વારા આયોજિત અને સમાજ રત્ન આલોક રાયના સથવારે જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકેનું સ્થાન સ્વભાવશે. ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દેશની રાષ્ટ્રવાદી ન્યુઝ ચેનલ ‘સુદર્શન’ના માધ્યમથી રાષ્ટ્રીય વિષયને લઈને જન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્ર ભક્તિ સાથે રંગાયેલા લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉપરાંત જન સંવાદ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે સુદર્શન ચેનલના બૃહદ રિપોર્ટરો પણ ઉપસ્થિત રહેનાર છે.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.