ભારે ચર્ચામાં રહેલી બોલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું 32 વર્ષની વયે મોત

February 2, 2024

પૂનમ પાંડેના નિધનના સમાચારથી ચાહકો  આઘાતમાં સરી પડ્યા છે

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત થયું હોવાના દુખદ સમાચાર

નવી દિલ્હી તા. 02 – અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી મોત થયું હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાણકારી આપવામાં આવી છે. પૂનમ પાંડેના નિધનના સમાચારથી ચાહકો  આઘાતમાં સરી પડ્યા છે. પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની રાતે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડ્યા બાદ પૂનમે દમ તોડ્યો છે.

Poonam Pandey | Book, Contact, Price, Event, Show Booking | LiveClefs

પોતાની બોલ્ડનેસ અને વિવાદોના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડેના અચાનક નિધનથી ચાહકો શોકમાં છે. 32 વર્ષની પૂનમ સર્વાઈકલ કેન્સરથી પીડાતી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીની ટીમે પોતાના એક નિવેદનમાં કર્યો છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજથી તેમની ટીમે અધિકૃત નિવેદન જાહેર કર્યું છે.

જેમાં લખવામાં આવ્યું છે કે આજની સવાર આપણા બધા માટે  ખુબ મુશ્કેલ છે. એ જણાવતા અમને દુખ થાય છે કે આપણી વ્હાલી પૂનમને આપણે સર્વાઈકલ કેન્સરના કારણે ગુમાવી દીધી છે. આ દુખભરી પળમાં અમે પ્રાઈવસીની રિકવેસ્ટ ફેન્સને કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ કરી શકીએ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0