હોટલ,ગેસ્ટ હાઉસ ભાડે આપ્યાના 24 કલાક પહેલા વેબ પોર્ટલ પર જાણ કરવાની રહેશે: સુરત પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરત પોલીસ કમીશ્નરે એક જાહેરનામુ બહાર પાડી જણાવ્યુ છે કે તેમના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આવેલા હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્ટ હાઉસોમાં કોઈ પણ વ્યકિતઓને ભાડેથી આપે ત્યારે તેની જાણ પોલીસે બનાવેલ વેબ પોર્ટલ પર કરવાની રહેશે. આ જાહેરનામાની અમલવારી 02/02/2021 સુધી કરવાની રહશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે તો એવા લોકો શીક્ષાને પાત્ર ગણાશે.

આ પણ વાંચો – સુરતમાં કમિશનરે જાહેરનામું બહાર પાડી રાત્રિ કર્ફ્યુંની માર્ગદર્શિકા જાહેર કરી

ભાડેથી આપ્યા પહેલા પોલીસે બનાવેલ વેબ પોર્ટલ https://pathik.guru/ પર 24 કલાક પહેલા કરવાની રહેશે. તેમના જણાવ્યા અનુસાર હોટલ, લોજ કે બોર્ડીગ સુરત શહેરના ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં રજીસ્ટર કરાવી આપના યુઝર આઈડી, પાસવર્ડ મેળવી લઈ રોજ રોજ આવતા તમામ રોકાણ કરતા મુસાફરોની જે તે સમયે ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરવી. તે સિવાય ભાડે આપવા નહી.

આ પણ વાંચો – જોડિયાના ઉદાસીન આશ્રમના મહંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

વધુમાં તેમને જણાવ્યુ હતુ કે,  વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનાર વ્યકિતના નામ, સરનામા, ટેલિ. સહીતની વિગતો ઓનલાઈન પોર્ટલ મુજબના પુરાવા મેળવવાના રહેશે. મુસાફરો જે તે વાહન લાવે તો તની તમામ માહિતી પોર્ટલમાં નોધવાની રહેશે. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ તથા તેના મોબાઈલ નંબર રજીસ્ટરમાં નોધ કરવાની રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.