ગરવી તાકાત મહેસાણા: લાખણી તાલુકાના જસરા ગામે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના 11મા મેઘા અશ્વ શોમાં મહેસાણા જિલ્લા પોલીસના અશ્વ સવારોએ ટેન્ટ પેગિંગ તથા ટ્રીપલ ટેન્ટ પેગિંગ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની જિલ્લાને ગૌરવ બક્ષ્યું છે.
પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ માઉન્ટેડ પીએસઆઇ એસ.જી. વણકર તથા માઉન્ટેડ પોલીસ સ્ટાફે તા. 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી લાખણી તાલુકાના જસરા ગામે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના 11મા મેઘા અશ્વ શોમાં ભાગ લીધો હતો. 5 દિવસની અશ્વની વિવિધ સ્પર્ધાઓમાં પોલીસબેડાના અશ્વ સવારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
જેમાં ટેન્ટ પેગિંગ તથા ટ્રીપલ ટેન્ટ પેગિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કુરેશી આલમગીર ગુલામહુસેન, બીજા ક્રમે વિપુલ ગાંડાભાઈ ચૌધરી અને ત્રીજા ક્રમે રમેશભાઈ નરસિંહભાઈ ચૌધરીએ વિજેતા બન્યા હતા. આ તમામ અશ્વ સવારોનુું એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે બહુમાન કરાયું હતું.