થરાદ વાવ હાઇવે ચારડા નજીક ગોઝારો અકસ્માત બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત  

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,થરાદ
થરાદ-વાવ હાઇવે ઉપર ચારડા ગામના પાટિયા નજીક સવારે ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમમાટીભર્યું મોત પરીવાર માં શોક 

આ પણ વાંચો – મહેસાણાના એસ.આર.પી. કેમ્પ સામે અકસ્માત થતા એક બાઈકસવારનુ મોત

તસ્વીર – વસરામ ચૌધરી

 થરાદ વાવ ચારડા ગામના પાટિયા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક હસાભાઈ દલાભાઈ પટેલ અંદાજીત ઉંમર 29  ગામ રાવળા નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં વાવ ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવી હતી..જોકે અકસ્માતને લઈને થરાદ વાવ હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. અકસ્માત  માં ઘાયલ થયેલા મહિલાને 108 માં  તાત્કાલિક થરાદ સારવાર અર્થે ખસેડી ઉમદા કામગીરી કરી હતી.

રીપોર્ટ – વસરામ ચૌધરી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.