વિસનગર શહેરમાં સરપંચ અને ટલાટીઓની મળેલી બેઠકમાં હોબાળો

શેર કરવા અહીં ક્લિક કરો.

— સરપંચોને વિશ્વાસમાં લીધા વિના કરાતા વિકાસ કામોના કારણે :

— વિકાસ કામ અને વેરા વસુલાતનો ટાર્ગેટ પૂર્ણ નહી કરનાર સરપંચો સામે રીપોર્ટ કરવા તાકીદ :

ગરવી તાકાત મહેસાણા : બાકી વિકાસ કામ કરવા તેમજ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂર્ણ કરવા સરપંચ અને તલાટીઓની બોલાવેલી મીટીંગમાં વિકાસ કામ લખવામાં સરપંચને વિશ્વાસમાં લેવામાં આવતા નથી તેવુ રજુઆતથી વિસનગર તાલુકા પંચાયતની મીટીંગમાં ભારે હોબાળો થયો હતો.

વિસનગર તાલુકા પંચાયત દ્વારા  માર્કેટયાર્ડના હાલમાં બાકી વિકાસ કામ પૂર્ણ કરવા તથા વેરા વસુલાત કરવા માટે સરપંચ અને તલાટીઓની મીટીંગ બોલાવામાં આવી હતી. જેમાં વિકાસ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા વેરા વસુલાત કરવા તાકીદ કરવામાં આવી હતી. તાલુકાના ખરવડા, ભાન્ડુ, ખંડોસણ, ઉમતા, કાંસા, ચીત્રોડા મોટા તથા અન્ય ગામના વિકાસ કામ બાકી હોવાથી સરપંચોને  સુચના આપી સમયમર્યાદામાં પૂર્ણ નહી થાય તો ડીડીઓને રીપોર્ટ કરવામાં આવશે.

સરપંચોની રજુઆત હતી કે, મટેરીયલ્સના ભાવ વધતા કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી. ત્યારે કાંસા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગાયત્રીબેન પટેલે રોષ વ્યક્ત કર્યો હતો કે, વિકાસ કામ લખવામાં આવે છે તે વખતે સરપંચને વિશ્વાસમાં લેવામાં આવતા નથી અને પુછવામાં આવતુ નથી. આ મહિલા સરપંચ સ્ટેજ ઉપર ચડી આક્રોશ સાથેની રજુઆતથી ભારે હોબાળો થયો હતો. છેવટે  ટીડીઓ  મનુભાઈ પટેલની સમજાવટથી મામલો થાળે પડયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.