ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પુરસ્કારો અર્પણ કરીને સન્માન વધાર્યું હતું
ગરવી તાકાત, અમદાવાદ તા. 09 – CNBC-AWAAZના 14મા રિયલ એસ્ટેટ પુરસ્કારો અને કોનક્લૅવ (ખાનગી સભા): અમદાવાદમાં પશ્ચિમ ઝોન માટેના પુરસ્કારોમાં શ્રેષ્ઠતા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કોનક્લૅવમાં પૅનલ દ્વારા જાણકારીસભર ચર્ચાઓ કરવામાં આવી હતી અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી જેઓ,રાજ્યના ગૃહ અને ઉદ્યોગ, યુવા, રમતગમત અને સંસ્કૃતિ ખાતાના મંત્રી પણ છે, તેમણે પુરસ્કારો અર્પણ કરીને તેમનું સન્માન વધાર્યું હતું.
09 જુલાઈ, 2023: CNBC-AWAAZ દ્વારા તેમના પહેલા ઝોનલ પુરસ્કારો, પશ્ચિમ ઝોનના 14મા રિયલ એસ્ટેટ પુરસ્કારો અને કોનક્લૅવની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જે RR Kabel દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પહેલની પશ્ચિમ ઝોનની આવૃત્તિ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં યોજાઈ હતી.
કોનક્લૅવ દરમિયાન, ઉદ્યોગના અગ્રણી નેતાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, નીતિના ઘડવૈયાઓ, નિષ્ણાતો અને પ્રભાવશાળી લોકો રિયલ એસ્ટેટ સેક્ટરના ભવિષ્યને અસર કરતા નવીનતમ વલણોની ચર્ચા કરવા અને આગામી વર્ષોમાં તેની પ્રગતિને ઝડપી બનાવવાની રીતો શોધવા માટે એકત્રિત થયા હતા.