ગરવી તાકાત ધોરાજી : ઝીન્નતબેન તારવાડીયા નામની મહિલા એ શંભુભાઈ બેચરભાઈ વાગડીયા ને મોહઝાળમાં ફસાવેલ હતા ઝીન્નતબેને શંભુભાઈને ફોન ઉપર વાત કરી ને ચોકીથી અકાળા ગામ મૂકી જવા કહ્યું હતું
ઝીન્નતબેનને જયારે શંભુભાઈ મુકવા જતા હતા ત્યારે રસ્તામાં અરવિંદ ગજેરા નામનો વ્યક્તિ રોકીને પોતે પોલીસ હોવાની વાત કરી હતી બીજા બે શકશો ત્યાં આવી ને ફરિયાદી શંભુભાઈને સરકડીયા હનુમાનના ગીર જંગલમાં લઈ ગયા હતા
જંગલમાં શંભુભાઈ એ પૈસા આપવા કહ્યું હતું અને ન આપે તો તેના દીકરા ને જાનથી મારીનાખવાની ધમકી આપી હતી અને આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ જગ્યા એ અને સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા
ફરિયાદીની ફરિયાદના આધારે પરબત ભીખા કુવાડિયા , ભરતભાઈ ડાયાભાઇ પારઘી, અરવિંદભાઈ આંબાભાઈ ગજેરા અને જિન્નતબેન તેરવાડીયા ને પકડી પડેલ છે અને કાયદેસરની કર્યવાહી શરૂ કરી છે