ગરવીતાકાત,અરવલ્લી( તારીખ:૨૪)

રવિવાર ના રોજ શીકા તાલુકો ધનસુરા ગામમાં અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં  રમાસ  હાઈસ્કૂલના આચાર્ય અને શીકા ગામના વતની એવા શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા  દયા ફાઉન્ડેશન મોડાસાના સહકારથી શિકા ગ્રામજનો માટે વિવિધ પ્રકારના ઝેરી અને બિનઝેરી સાપ નો નિદર્શન કરી ગ્રામજનોને ખૂબ ઉપયોગી અને સુંદર માહિતી આપવામાં આવી સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો કે જે ખેતી સાથે સંકળાયેલા છે તેઓ દરરોજ વિવિધ પ્રકારના સાપ નો સામનો કરે છે, યોગ્ય માહિતીના અભાવ એ દરેક સાપ લોકોને ઝેરી જ લાગે છે અને તેને મારી નાખે છે. વાસ્તવમાં એવું નથી આપણા વિસ્તારના ત્રણ જ સાપ ઝેરી છે એક ક્રેટ બે નાગ અને ત્રણ ચિતડો એટલે કે રસેલ વાઈપર આ સિવાય બાકીના સાપ ઝેરી નથી. લોકો જરબ  એટલે કે રેટ સ્નેકથી ખૂબ ગભરાય છે અને તેને જોતાં જ મારી નાખે છે એવું સમજે છે કે તે ખૂબ ઝેરી હોય છે હકીકતમાં તે બિનઝેરી હોય છે આમ દયા ફાઉન્ડેશનના શ્રી જયેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ તેમજ તેમની સમગ્ર ટીમને ૩૦૦ થી પણ વધારે ગ્રામજનોને વિવિધ પ્રકારના સાપ વિશે ની માહિતી આપી તે કેવી રીતે આપણને ઉપયોગી છે તેમજ જ્યારે કોઈને સાપ કરડે તો એને કેવી રીતે બચાવી શકાય તેની પણ માહિતી આપવામાં આવી આમ માનવીને બચાવવા તેમજ સાપોને બચાવવાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો… આ પ્રસંગે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલ, અન્ય કારોબારી સભ્યો યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉન્મેશ પટેલ દ્વારા ખેડૂત ઉપયોગી આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: