વિધાનસભામાં હોબાળો, કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ૭ દિવસ માટે સસ્પેન્ડ

March 4, 2022

ગરવી તાકાત ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે સત્રના ત્રીજા દિવસે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. ગૃહમાં સતત ૧૦ મિનિટ સુધી હોબાળો કર્યો હતો. જેના બાદ પુંજા વંશને ગૃહમાંથી ૭ દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો ત્રીજાે દિવસે આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિજ મકવાણાએ પ્રશ્નોનો જવાબ ન મળતો હોવાથી વિરોધ કર્યો હતો. જેના બાદ તેઓ બેઠક છોડીને નીચે બેસી ગયા હતા. આવામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દખલગીરી કરતા કહ્યુ હતુ કે, આવી દાદાગીરી નહિ ચાલે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહરાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો.

સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પુંજા વંશને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ બાદ વિધાનસભાના અધ્યક્ષે પુંજા વંશને પોતાના શબ્દો પરત ખેંચવા કહ્યુ હતું. પોતાના શબ્દો પરત ખેંચતા પુંજા વંશે કહ્યુ હતું કે, ગૃહરાજ્યમંત્રીની બોડી લેંગવેજ તેમની ભાષા શોભે તેમ નથી. આ મામલે ગૃહમાંસ સતત ૧૦ મિનિટ સુધી હોબાળો થયો હતો. જેના બાદ ગૃહરાજ્ય મંત્રીને બિનસાંસદીય શબ્દો કહેવા બદલ ધારાસભ્ય પુંજા વંશને ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. પુંજા વંશને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસે હોબાળો કરીને વૉકઆઉટ કર્યુ હતું.

ભાજપ મુખ્ય દંડક પંકજ દેસાઈએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી એ પોઇન્ટ ઓફ ઓર્ડરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, સરકાર બહુમતી ના બળે વિપક્ષને ટાર્ગેટ કરે છે તે યોગ્ય નથી. કોંગ્રેસના દંડક સીજે ચાવડાએ પણ પુંજા વંશના સસ્પેન્ડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કહેવાયુ કે, પુંજા વંશે માફી માંગી લીધી હોવાથી હવે ચર્ચાની જરૂર નથી. સરકારની આ માંગ યોગ્ય નથી. ગૃહમંત્રીએ સમગ્ર મામલે પોતાનો મત વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યુ કે, અમે કદાચ નવા સભ્યો હશું, અમે શીખવાની ભાવનાથી અહીં આવીએ છીએ. એમની ભાષા યોગ્ય નથી, અમે એમને સિનિયર માનીએ છીએ. મેં કોઈ પણ અશિસ્ત ભાષા કે ટિપ્પણી કરી નથી, તપાસી લેવામાં આવે.

જમીનનો સેટેલાઈટ સર્વેમાં ક્ષતિનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતો. ધારાસભ્યોના સવાલનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો હતો કે, પ્રમોલગેશન થયા પછી ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતી જણાઈ હતી. રી-સર્વેમાં લગભગ મોટાભાગના ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર કરાયા છે. આ ક્ષતિઓ દૂર કર્યા વગર પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખેડૂતોની જમીનોની માપણીમાં ક્ષતિઓ સુધારવા માટે ૧,૬૭,૬૬૪ અરજીઓ મળી છે. અત્યાર સુધીમાં ૭૬,૭૭૮ અરજીઓનો નિકાલ કરવાનો બાકી છે.

જેમાં બનાસકાંઠા જિલ્?લામાં સૌથી વધુ ૩૩,૯૨૯ અરજીઓ મળી છે. બનાસકાંઠામાં ૧૯,૪૨૭ અરજીઓનો નિકાલ કરવાનો હજી બાકી છે. તો જમીન ભાડે, વેચાણથી આપવા અંગે કોંગ્રેસે ગૃહમાં કહ્યુ હતું કે, રાજ્યમાં ઉદ્યોગોને જમીનની લ્હાણી કરાઈ છે. સરકારે પ્રતિદિને ઉદ્યોગોને ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચોરસ મીટર જમીનની લ્હાણી કરી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં ૨ વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ૧૮૩ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણથી અપાઈ છે.

સૌથી વધારે જમીન કચ્?છ જિલ્?લામાં ૯૫ કરોડ ૬૫ લાખ ૩૧ હજાર ૨૧૬ ચોરસ મીટર જમીન ભાડે-વેચાણથી અપાઈ છે. તો બીજી તરફ, જમીન ભાડે-વેચાણથી આપવા અંગે સરકાર પર કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો કે, રાજ્યમાં ગરીબોને આપવા ૫૦-૧૦૦ ચોરસ મીટરના પ્?લોટ આપવા જમીન નથી અને સરકાર ઉદ્યોગોને જમીનની લ્હાણી કરે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0