મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ વસાઈ ગામ ખાતે એક વૃધ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થઈ ગયેલ. જે બાબતે પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો – ખેડુતો માટે લાગુ કરાયેલ કલમ 144, વિપુલ ચૌધરીના સમર્થકોને રોકવા કામ આવી ?
ગત શનીવારના રોજ વિજાપુર તાલુકાના વસાઈ ગામે રહેતી એક વૃધ મહિલા શકરીબેન રાવળને વસાઈના બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા આઈસર વાહને (નંબર– GJ-09-AU-4747) પુરઝડપે ટક્કર મારતા તે રોડ ઉપર ફંગોળાઈને પટકાઈ હતી. જ્યા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા આસપાસના લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાલી દીધી હતી. પરંતુ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જે મામલે વસાઈ પોલીસે વાહનના ચાલક વિરૂધ્ધ આઈ.પી.સી ની કલમ 279,304એ તથા મોટવ વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.