ઉંઝા તાલુકાના મહેરવાડા થી ઉપેરા વાળા રસ્તા પર એક બાઈક સવાર જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ઈકો ચાલકે તેના બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા બાઈક સવારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનુ મોત નીપજ્યુ હતુ. આ મામલે ઉંઝા પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામા આવેલ મહેરવાડા ગામમાં રહેતા ઠાકોર પ્રતાપજી મોહનજી તેમનુ મોટર સાઈકલ(નંબર -GJ-02-DF-0241) લઈ મહેરવાડાથી ઉપેરા તરફ જઈ રહ્યા હત્યા ત્યારે તેમના બાઈકને અજાણ્યા ઈકો ચાલકે ગફલતભરી રીતે તેનુ ઈકો( નંબર GJ-06-FK-6541) હંકારી બાઈકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત સર્જાતા બાઈક ચાલકને શરીર ઉપર ગંભીર ઈજાઓ થઈ હોવા છતા અજાણ્યો ઈકો ચાલક ઘાયલને મદદરૂપ સાબીત થવાને બદલે તેના વાહન સાથે ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા બાઈક ચાલકનુ મોત નીપજ્યુ હતુ. આ મામલે ઉંઝા પોલીસે અજાણ્યા વાહન ચાલક વૂરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 279,337,338,304એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.