નક્ષની જુની તસ્વીર

કડીમાં આવેલ કરણનગર – થોળ રોડ ઉપર એક 5 વર્ષનુ બાળક રોડ ક્રોસ કરી રહ્યુ હતુ ત્યારે અજાણ્યા વાહન ચાલકે ગેરજવાબદારી પુર્વક  હંકારી વાહન તેની ઉપર ફેરવી નાખ્યુ હતુ. આ દુર્ધટનામાં બાળકનુ મોત નીપજ્યુ હતુ. રસ્તા ઉપર બાળકને ટક્કર મારી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો – HIT&RUN : વસાઈ બસ સ્ટેન્ડ પાસે આઈસર ચાલક વૃદ્ધ મહિલાને ટક્કર મારી ફરાર

સોમવાર બપોરના 12 વાગ્યાની આસપાસ કડીના કરણનગરથી – થોળ તરફ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. જ્યા એક 5 વર્ષનુ બાળક રોડ ક્રોસ કરી રહ્યુ હતુ તેેને આઈસર(નંબર GJ-21-W-9891) ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારી ફરાર થઈ ગયેલ. ટક્કર વાગતા બાળક ફંગોળાઈને નીચે પડતા તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી આસપાસના લોકો તુંરત ભેગા મળી નજીકના કુડાળ હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ ગંભીર ઈજાઓ ના કારણે 5 વર્ષના દક્ષનુ અવશાન થઈ ગયુ હતુ.  આઈસર ચાલક અકસ્માત સર્જી તેનુ આઈસર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કડી પોલીસે આઈસરના ડ્રાઈવર વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 279,304એ તથા મોટર વ્હિકલ એક્ટની 177,184,134 મુજબ ગુનો નોંધ્યો હતો.

Contribute Your Support by Sharing this News: