મહેસાણાના માલગોડાઉન રોડ પાસે આવેલ પાર્લરની સામે કાર ચાલકે પુરઝડપે તેનુ વાહન હંકારી એક વ્યક્તિને ટક્કર મારી ફરાર થઈ ગયેલ. આ અકસ્માતમાં ટક્કર વાગતા વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો હતો પરંતુ તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – HIT&RUN : કરણનગર-થોળ રસ્તા પર 5 વર્ષના બાળકને વાહને ટક્કર મારતા મોત
ગત રોજ મહેસાણામાં આવેલ માલગોડાઉન રોડ ઉપર એક અટીંગ કાર (નંબર GJ-06-PA-6721) ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ચલાવી અરવિંદ પાર્લરની સામેથી પસાર થતા એક વ્યક્તિને ટક્કર મારી ઈજા પહોંચા઼ડી ફરાર થઈ જતા આસપાસના લોકો તુરંત ભેગા થઈ ગયા હતા. જ્યાં અકસ્માતમાં ઈજાગ્રસ્તને માથાના, પેટના તથા હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને તુંરત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી ખુબ લોહી વહી ગયુ હતુ જેથી ઈજાગ્રસ્તનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.અકસ્માતમાં મોત પામનાર વ્યક્તિ મહેસાણાના માલગોડાઉન રોડ પાસે આવેલ એ.બી. ટાવરના રહેવાશી હતા. આ મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસે GJ-06-PA-6721 ના વાહન ચાલક વિરૂધ્ધ 279,337,304અ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.