અમદાવાદમાં ક્રિકેટ જગતનો સૌથી મોટો ઇતિહાસ સર્જાવવા જઇ રહ્યો છે. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવાર ૬ ફેબ્રુઆરીનાં રોજ પહેલો મુકાબલો રમાશે. તે વાત તો સૌ કોઇ જાણે છે. પણ ખાસ વાત એ છે કે, અહીં ભારતીય ટીમ તેની ૧૦૦૦મી ઈન્ટરનેશનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. એટલું જ નહીં મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી વર્લ્ડની બીજી કોઈપણ ટીમ આ સિદ્ધિ હાંસેલ કરી શકી નથી. જેથી રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ આ મેચ જીતી ભારતીય ટીમ એક યાદગાર ઈતિહાસ રચી શકે છે.
૬ ફેબ્રુઆરીએ ઈન્ડિયન ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિંડિઝ સામે પહેલી વનડે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે આ મેચ ભારતીય ક્રિકેટની અત્યારસુધીની ૧૦૦૦મી વનડે મેચ રહેશે. અત્યારે ટીમ ઈન્ડિયાએ કુલ ૯૯૯ મેચ રમી છે, જેમાંથી ૫૧૮માં તેને જીત મળી છે જ્યારે ૪૩૧માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
વેસ્ટન્ડિઝની ટીમ અમદાવાદ પહોંચી ગઇ છે- ઈન્ડિયા સામેની વનડે સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે અમદાવાદ પહોંચી ગઈ છે. આ દરમિયાન ખેલાડીઓને હયાત રેજેન્સીમાં ૩ દિવસ સુધી ક્વોરન્ટીન રહ્યા પછી પ્રેક્ટિસ કરવાની અનુમતિ મળશે. ત્યારે નિકોલસ પૂરને ટીમ સાથે અમદાવાદ પહોંચ્યા પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ દરમિયાન તેઓ અમદાવાદ સુરક્ષિત પહોંચી ગયા છે જેની ખુશી તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા માટે પણ તેઓ ઘણાં ઉત્સુક છે.
ઓસ્ટ્રેલિયાએ ૯૫૮ મેચ રમી છે- ભારત પછી સૌથી વધુ વનડે મેચ રમવાની યાદીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નામ આવે છે. કાંગારુએ અત્યારસુધી કુલ ૯૫૮ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૭૧માં સૌથી પહેલી વનડે મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. ત્રીજા નંબર પર પાકિસ્તાનની ટીમ આવે છે, જેણે અત્યારસુધી કુલ ૯૩૬ મેચ રમી છે. જ્યારે શ્રીલંકાએ ૮૭૦ મેચ રમી છે અને તે ચોથા સ્થાન પર છે. અને વેસ્ટઇન્ડિઝ ૮૩૪ મેચ રમીને પાંચમાં સ્થાન પર છે.
(ન્યુઝ એજન્સી)