પુત્ર સાથે યુવતીનો બળાત્કાર કરાવી હીન્દુ યુવા વાહીનીની નેત્રીએ કહ્યુ – “કોઈ વાંધો નહી સો ગાયોનુ દાન થયુ” !

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉત્તર પ્રદેશના મેરઠમાં રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહીનીના મહિલા નેતાના મકાનમાં બરેલીની એક યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં હિન્દુ યુવા વાહિનીની નેત્રી મીનાક્ષી ચૌહાણ, તેનો પુત્ર અને તેના એક સાથી આરોપી છે. પલ્લવપુરમ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાયો છે. આ રેપ કેસમાં  પીડિત યુવતીએ જણાવ્યુ છે કે, મીનાક્ષી જ્યારે ધરમાં હતી ત્યારે તેમનો પુત્ર અને તેનો સાથી આવ્યા હતા. પીડિત યુવતીને બેહોશ કર્યા બાદ બન્ને શખ્શે તેનો બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના મામલે યુવતીએ મીનાક્ષીને જાણ કરી તો, મીનાક્ષીએ કહ્યુ કે, કંઈ વાંધો નહી, “સો ગાયોનુ પુન્ન થઈ ગયુ”.

મીડિયા રીપોર્ટ અનુસાર બરેલીની પીડિત યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે,  થોડા સમય પહેલા તેણીએ પલ્લવપુરમ, મેરઠમાં રહેતી રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિનીના સંગઠન નેત્રી મીનાક્ષી ચૌહાણ સાથે મિત્રતા કરી હતી. 15 જુલાઈની ઘટનાનો ઉલ્લેખ કરતા પીડિતાએ લખ્યુ છે, કે મીનાક્ષી ઘરમાં હાજર હતી, ત્યારે તેનો પુત્ર અનિકેત ચૌહાણ તેના સાથી અજય ચૌહાણ સાથે ત્યાં આવ્યા હતા. મીનાક્ષીના કહેવા પર યુવતીને કોલ્ડ ડ્રિંક આપવામાં આવ્યું હતું, જેમાં પહેલાથી જ કોઈ નશીલો  પદાર્થ ભળેલો હતો. કોલ્ડ ડ્રિંક પીધા બાદ પીડિતા બેહોશ થઈ ગઈ. જે બાદ અજય ચૌહાણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે પીડિતા હોશમાં આવી ત્યારે અનિકેશ તેની સાથે બળાત્કાર ગુજારી રહ્યો હતો.

આ પણ વાંચો – પાલનપુરમાં પાલિકાની ઉદાશીનતાને કારણે મકાનની દિવાલ ધરાશાયી : વૃદ્ધ કાટમાળ નીચે દટાતા મોત

આ દરમ્યાન પીડિતાએ વિરોધ કર્યો ત્યારે અજય ચૌહાણે તેને પિસ્તોલ બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને જો તે મોઢુ ખોલશે તો તે વિડીયોને વાયરલ કરવાની ધમકી આપી હતી. બદનામીના ડરને કારણે પીડિત ઘણા દિવસો સુધી મૌન રહ્યી.

પીડિતાના જણાવ્યા અનુસાર , જ્યારે તેણે મીનાક્ષીને આખી ઘટના જણાવી ત્યારે હીન્દુ યુવા વાહીનીની સંગઠન મંત્રીએ કહ્યુ કે, કોઈ વાંધો નહી “સો ગાયનું દાન થયુ ” ઉપરાંત પીડિતાને ધમકી આપતા મીનાક્ષી ચૌહાણે એવુ પણ કહ્યું હતુ કે, વીડિયો બની ગયો છે.  જો મોં ખોલ્યુ તો મોંઢુ દેખાડવાને લાયક પણ નહી છોડુ, તથા આત્મહત્યા કરવા મજબુર કરી દઈશે. વિડિયો વાયરલ થશે જેમાં તુ બદનામ થઈ જઈશ. પરંતુ મીનાક્ષીએ આરોપોને ફગાવી પાયાવિહોણા ગણાવ્યા છે.

મેરઠના પલ્લવપુરમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જેમાં ઇન્સ્પેક્ટર દેવેશ શર્માએ જણાવ્યું હતું કે, મીનાક્ષી ચૌહાણ આ વિસ્તારમાં હિંદુવાદી નેતા તરીકે જાણીતી છે, તે ગૌ રક્ષાનુ કામ પણ કરે છે.  આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. મેરઠના પોલીસ અધિક્ષક વિનીત ભટનાગરએ જણાવ્યું હતું કે, ગુનો દાખલ કરી દેવાયો છે પોલીસ વડા આ અંગે તપાસ કરી રહ્યા છે. સબુત એકત્રિત કરી કાર્યવાહી કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.