સની લિયોનીનુ “મધુબન મેં રાધિકા નાચે” સોંગને વિવાદીત કહી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો

December 27, 2021

‘મધુબન મેં રાધિકા નાચે’ ગીતને કારણે અભિનેત્રી સની લિયોનીની મુશ્કેલીઓ વધી શકે છે. તેના આ ગીતે હવે મધ્યપ્રદેશમાં હંગામો મચાવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સની લિયોનીને અલ્ટીમેટમ આપતા કહ્યું કે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર સની લિયોનીના નવા ગીત પર કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહી છે અને જાે 3 દિવસમાં સની લિયોની ગીત માટે માફી નહીં માંગે અને સોંગને યુટ્યુબ પરથી હટાવશે નહીં તો સરકાર સની લિયોની અને શારીબ તોશી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે.

સની લિયોનીનું આ ગીત રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં આવી ગયું છે. 22 ડિસેમ્બરે રિલીઝ થયા બાદથી આ ગીતે હંગામો મચાવ્યો છે. ગીતના વીડિયોમાં સની લિયોનીના ડાન્સ સામે લોકોએ વાંધો ઉઠાવ્યો છે. મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશના મથુરાના સંતોએ પણ આ ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સંતોએ સની લિયોનીના ડાન્સને અશ્લીલ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ગીતની આઈટમ ડાન્સરે હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.વૃંદાવનના સંત નવલ ગિરી મહારાજે કહ્યું છે કે જાે સરકાર અભિનેત્રી સામે પગલાં નહીં લે અને તેના વીડિયો આલ્બમ પર પ્રતિબંધ નહીં મૂકે તો અમે કોર્ટમાં જઈશું. જ્યાં સુધી તે દ્રશ્ય પાછું ન લે અને જાહેરમાં માફી ન માંગે ત્યાં સુધી તેને ભારતમાં રહેવાની મંજૂરી આપવી જાેઈએ નહીં. તે જ સમયે, અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ પાઠકે પણ લિયોનીના ડાન્સ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે તેણે આ ગીતને અપમાનજનક રીતે રજૂ કરીને બ્રિજભૂમિની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

આ ગીત 1960 ની ફિલ્મ કોહિનૂરના મોહમ્મદ રફીના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે’ પર રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીત સારેગામા મ્યુઝિકના યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક પાર્ટી સોંગ છે, જે સની લિયોની પર બનાવવામાં આવ્યું છે. આ ગીતને કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ અવાજ આપ્યો છે. સનીએ પણ આ ગીતને જાેરદાર પ્રમોશન કર્યું હતું, પરંતુ આ ગીત વિવાદોમાં ફસાઈ ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સની લીયોનીનુ મધુબન મે રાધિકા નાચે સોંગ અત્યાર સુધીના હિન્દી આઈટમ સોંગની માફક જ એક ગીત છે. તેમ છતાં કેટલાક હિન્દુ સંગઠનો આ સોંગની વિરૂધ્ધ વિફર્યા છે. જેમાં તેમના દ્વારા આ સોંગમાં શુ વાંધા જનક છે એની કોઈ  વ્યાજબી દલિલ આપવામાં આવી નથી. તેમ છતાં સારેગામાએ વૃંદાવનના સંતો અને મધ્યપ્રદેશ સરકારની ચેતવણી બાદ વિવાદાસ્પદ ગીત ‘મધુબન મેં રાધિકા નાચે’ના લિરિક્સ બદલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આ બદલાયેલ ગીત 3 દિવસમાં તમામ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે.મ્યુઝિક લેબલ સારેગામાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0