હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકના કર્મીઓએ એરીયામાંથી વરલી મટકાના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, શહેરના પરબડાથી બાયપાસ જવાના રસ્તા પર બે ઈસમો વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસની ટીમે રેઈડ કરી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો – નંદાસણ પાસેથી 26.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, 2 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ
મહેસાણાના વિજાપુરમા આવેલ સુથારવાડામાં રહેતો ક઼ડીયા શૈલેષ બાબુલાલ તથા ઈકબાલ નઝરમોહંમદ મકરાણી, રહે – ચાંદનગર, હિંમતનગરવાળો પરબડાથી બાયપાસ નજીક વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા હતા. આ બાતમી આધારે હિંમતનગર પોલીસે ઘટના સ્થળે પહોચી ક઼ડીયા શૈલેષ બાબુલાલ નામના આરોપીને વરલી મટકાના સાહીત્ય તથા ફોન અને રોકમ રતમ સહીત 24,100/- રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ સીવાય વોન્ટેડ આરોપી ઈકબાલ વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો.