મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા બસ સ્ટેન્ડ પાસેથી ફરાર શખ્સને દબોચી લીધો
ખેરાલુ પોલીસ સ્ટેશનમાં શેર માર્કેટમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હતો
મહેસાણાની સબ જેલમાં પિન્ટુ ઉર્ફે હિમાંશુ અને જીતેન્દ્રની જુગલ જોડીના શેર માર્કેટના વધુ રાજ ખુલશે
ગરવી તાકાત, મહેસાણા તા. 17, (Sohan Thakor) – ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરબજારમાં છેતરપિંડીનો ગુનો આચરી પોલીસ પકડથી નાસતાં ફરતાં અમદાવાદના માધુપુરનો આરોપી જે શરેમાર્કેટના નામે છેતરપિંડી કરનાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સાથે સંકળાયેલો હતો જેને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો સ્કોર્ડ પર છૂટેલા કે વચગાળાના જામીન પર છૂટેલા આરોપીઓ તેમજ ગુનાહિત પ્રવૃતિઓ આચરી પોલીસ પકડથી નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવામાં મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ. નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબીના એએસઆઇ ડાહ્યાભાઇ, હરિસિંહ, હેકો. નિલેશભાઇ, ઇજાજ અહેમદ, શૈલેષભાઇ, સહિતનો સ્ટાફ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન એએસઆઇ હરિસિંહ તથા હેમેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ચૌહાણ જીતેન્દ્રભાઇ કાલીદાસ રહે. અમદાવાદ, દૂધેશ્વર રોડ, મહેંદીકુવા, માધુપુર પોલીસ સ્ટેશનની બાજુવાળો શખ્સ હાલમાંં મહેસાણા બસ સ્ટેશન બહાર રોડ પર ઉભેલો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ મહેસાણા બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.