હાલમાં કોરોના મહામારી નો પ્રકોપ પુરા વિશ્વમાં છે. ત્યારે તહેવારોમાં કોરોના કેસો માં ગુજરાત સહિત મહેસાણા અને કડી માં પણ વધારો થયો છે. કોરોનાની મહામારી ને કાબુમાં લાવવા માટે આખુ વિશ્વ પ્રયત્નો કરી રહ્યું છે. કોરોના માટે વેકિસન ના ટ્રાયલ હાલમાં ચાલુ છે. ત્યારે અત્યાર સુધી આયુર્વેદિક ઉકાળો કોરોના સામે લડવા કારગર સાબિત થયો છે.
આ પણ વાંચો – વેપારીઓ દ્વારા કડી નગરપાલીકાના વિરોધમાં પ્રદર્શન, દુકાનો શીલ કરાઈ
હિમાલય આયુર્વેદ ચિકિત્સાલય, વડસ્મા દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસમાં અંદાજિત ૧૮ થી વધારે ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં હાલમાં વડસ્મા, હાડવી,જોરણંગ, જમનાપુર, ડાંગરવા અને કૈયલ માં આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૬ હજાર થી વધારે લોકોએ ઉકાળા નો લાભ લીધો હતો. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વર્ધક પાવડર પણ આપવામાં આવ્યો હતો. આગામી ત્રણ દિવસ માં હિમાલય આયુર્વેદ ચિકિત્સાલય, વડસ્મા દ્વારા ૨૫ હજાર થી વધારે લોકો ને ઉકાળો પીવડાવવાનું આયોજન છે