સમગ્ર રાજ્યમાં પોલીસ ડિપાર્ટમેન્ટને ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ ઉઠવા પામી છે,જેના પ્રત્યાઘાતો છેક સુઇગામ સુધી પડ્યા છે,ત્યારે મંગળવારે સુઇગામ વાવ હાઇવે પર બપોરે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટને ન્યાય આપો. પોલીસની માંગણીઓ પુરી કરો, એમ સૂત્રોચ્ચાર કરી હાઇવે ચક્કાજામ કર્યો હતો,જેને હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી,

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પોલીસના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું.
સુઇગામ તાલુકા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સમર્થન માં સુઇગામ પ્રાંત કલેકટરને શિરસ્તેદાર એન.આર.મકવાણા ને આવેદનપત્ર આપી,પોલીસની જે તે માંગણીઓ છે,તે તાકીદે સરકાર દ્વારા પુરી કરવામાં આવે, અને પોલીસના હિતમાં તેમની માંગો પુરી કરી ન્યાય અપાય તેવી રજુઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસના કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલનો ગ્રેડ પે 2800; હેડ કોન્સ્ટેબલનો 3600 અને ASIનો 4200 હોવો જોઈએ, ફરજના કલાકો ફીક્સ કરવામાં આવે તથા પોલીસ યુનિયનને માન્યતા આપવામાં આવે. આ ત્રણ માંગોને લઈ આંદોલન કરી રહ્યા છે. પોલીસનુ આ કેમ્પૈન સોશીયલ મીડીયા પર ચાલી રહ્યુ છે પરંતુ આ દરમ્યાન રાજ્યના પોલીસ વડાએ 23 ઓક્ટોબર 2021ના રોજ લેખીત સૂચનામાં પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરવા આદેશ આપ્યો છે.