ગરવી તાકાતા, બેચરાજી
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાની એ.પી.એમ.સી.ના ઈલેક્શન ઉપર સતત વિઘ્નો આવી રહ્યા હતા, અહિ એ.પી.એમ.સી. ની ચુંટણી માર્ચ મહિનામાં જ યોજાવાની હતી પરંતુ કોરોના મહામારી ના કારણે તેને મોકુલ રાખી દેવામાં આવી હતી. ત્યાર બાદ લોકડાઉન હળવુ થતા બેચરાજી એ.પી.એમ.સીની તારીખો જાહેર કરવામાં આવી હતી.
આ તારીખો જાહેર થતા જ એ.પી.એમ.સીની સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના જ બે જુથો આમને સામને આવી ગયા હતા. જેમાં પુર્વ ગ્રુહ મંત્રી રજની પટેલ અને વર્તમાન એ.પી.એમ.સી. ના ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલ નુ જુથ સામે સામે છે.
આ પણ વાંચો – બહુચરાજી: APMC ચુંટણીની નવી તારીખો જાહેર
આ ચુટંણીની તારીખો નજીક આવતા જ એમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે. બેચરાજી એ.પી.એમ.સીમાં કુલ 15 મંડળીઓ ઉપર ચુંટણી યોજાવા જઈ રહી છે. જેમાથી વિઠ્ઠલભાઈ પટેલ સહીત કુલ 8 સભ્યોના મતાધીકારને છીનવી લેવાતા, 8 સભ્યો આ મામલાને હાઈકોર્ટ સુધી ખેંચી ગયા હતા. જ્યા ગુજરાત હાઈકોર્ટે જજ મેન્ટ આપતા વર્તમાન ચેરમેન સહીતની રદ કરાયેલા મંડળીઓના મતાધીકારને પરત આપવામાં આવ્યો હતા, સાથે સાથેકોર્ટે જણાવ્યુ હતુ કે આ 8 મંડળીઓના વોટને અલગ મતપેટીમાં રાખવામાં આવે, અને મતગણતરીના દિવસે સૌથી છેલ્લે આ મતપેટીના મત ગણવામાં આવે.
આ પણ વાંચો – રજુઆત: સ્થાનીક ધારાસભ્યની સક્રીયતાને લઈ મહેસાણા-બેચરાજી રોડનુ રીપેરીંગ કામ શરૂ
અમારી સાથે બેચરાજી એ.પી.એમ.સીના. વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલે વાત ચીતમાં જણાવ્યુ હતુ કે અહી કુલ 15 મંડળીઓની ચુંટણી યોજાવા જઈ રહી છે જેમાં તેઓ પોતાની જીત માટે આશ્વસ્ત છે, અને કોર્ટના નીર્ણયને પણ તેમને આવકાર્યો હતો.