— ફેર મતગણતરીના કરવા દાદ માંગી હતી :
— ફરીથી મતગણતરી માટેના લાખણી કોર્ટના આદેશ ઉપર અરજદારે હાઈકોર્ટમાં દાદ માંગી હતી :
ગરવી તાકાત મહેસાણા : લાખણી તાલુકાના કુડા ગ્રામપંચાયતની ચુંટણીમાં લાખણી સિવિલ કોર્ટ દ્વારા ફરીથી મતગણતરી માટે આપેલા હુકમ સામે જીતેલા ઉમેદવારે હાઇ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરતાં હાઇ કોર્ટે મતગણતરી મોફુક રાખવાનો ચુકાદો આપ્યો છે.
લાખણી તાલુકામાં ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી કુડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસીનો માહોલ બન્યો હતો જેમાં ત્રણ ઉમેદવારોમાં દિનેશભાઈ કાપડી, ધુખાજી સિલાણા અને હરિસિંહ ઝાલા વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી અને અંતે દિનેશભાઈ રણછોડભાઈ કાપડી નો બે મતોથી વિજય થયો હતો.
ત્યાર બાદ હારેલા બન્ને ઉમેવારોએ લાખણી કોર્ટમાં ફરીથી મતગણતરી માટે ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી જેના અનુસંધાને કોર્ટ દ્વારા ફરીથી મતગણતરી કરવાનો હુકમ કર્યો હતો.જીતેલા ઉમેદવારે લાખણી કોર્ટના હુકમ સામે સ્ટે લાવવા માટે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરતાં હાઇ કોર્ટે મતગણતરી મોફુક રાખવાનો હુકમ કરવામાં આવતા ટોક ઓફ ધ ટાઉન બનેલી કુડા ગ્રામપંચાયતમાં નવો વળાંક આવ્યો છે.