હાઈકોર્ટ સમક્ષ જામીનના કેસમાં ઉપસ્થિત રહેતા પોલીસ કર્મચારી દ્વારા વર્દી પોલીસ યુનિફોર્મ નહિં પહેરવા મામલે નોટિસ ફટકારી
કોર્ટ સમક્ષ હાજર રહેલા પોલીસ કર્મચારી વર્દી પહેર્યા વિના આવ્યા હોવાની બાબત પ્રત્યે જસ્ટીસ દોશીએ નારાજગી દર્શાવી
ગરવી તાકાત, અમદાવાદ તા. 09 – હાઈકોર્ટ સમક્ષ જામીનના કેસમાં ઉપસ્થિત રહેતા પોલીસ કર્મચારી દ્વારા વર્દી પોલીસ યુનિફોર્મ નહિં પહેરવાના વલણની નોટીસ જે.સી.દોશીએ ભારે ટીકા કરી હતી. જામીનના એક કેસની સુનાવણી બાદ કોર્ટ સમક્ષ હાજર રહેલા પોલીસ કર્મચારી વર્દી પહેર્યા વિના આવ્યા હોવાની બાબત પ્રત્યે જસ્ટીસ દોશીએ નારાજગી દર્શાવી હતી.
તેમણે ટકોર કરી હતી કે કોર્ટે અગાઉ પણ તાકીદ કરી હોવા છતાં હજુ પણ પોલીસ કર્મચારીઓ વર્દી વિના જ આવી જાય છે હવે તમે મારા ધૈર્યની પરીક્ષા કરતાં હોય તેવુ લાગે છે. કોર્ટે તાકીદ કરી હતી કે વર્દી વિના આવવા માટે જો ગૃહ વિભાગે કોઈ પરિપત્ર કર્યો હોય તો રેકોર્ડ પર મુકો. અન્યથા કોર્ટ સામે હવે પછીથી પોલીસનાં સીબીઆઈ, સીઆઈડી, એલસીબી કે અન્ય કોઈપણ વિભાગનાં કર્મચારી હોય તેમણે ફરજીયાત વર્દી પહેરીને જ કોર્ટમાં આવવું. હવે પછીથી આવી વર્તણુંક ચલાવી લેવાશે નહિં અને તેને ક્ધટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ ગણીને કાનુની કાર્યવાહી કરાશે.
શુક્રવારે જસ્ટીસ દોશીની કોર્ટમાં એક જામીનના કેસની સુનાવણીમાં એડવોકેટ દ્વારા કેટલાંક પેપર્સ રેકોર્ડ પર રજુ કરવામાં આવ્યા હતા. આ કેસ સાથે સંકળાયેલા પોલીસ ર્ક્મચારી બ્લ્યુ શર્ટ અને પેન્ટમાં આવ્યા હતા અને સરકારી વકીલને જરૂરી માહિતી આપી રહ્યા હતા.આ જોઈ જસ્ટીસ દોશીએ નારાજગી દર્શાવી હતી કે, તેમને પહેલા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતું. તેમ છતાંય પોલીસ કર્મચારીઓ વર્દીમાં શા માટે આવતા નથી? શા માટે અમારા ધૈર્યની પરીક્ષા કરો છો? સીઆઈડી હોય કે કોઈપણ પરંતુ જયારે પણ કોર્ટમાં આવે ત્યારે વર્દીમાં જ હાજર થવાનું હોય. જો તમને છુટછાટ આપતું ગૃહ વિભાગનું કોઈ પરિપત્ર હોય તો બતાવો. દરમ્યાન સરકારી વકીલે હાજર પોલીસ કર્મચારીને તાકીદ કરતા કોર્ટે કહ્યું હતું કે માત્ર આમને જ નહિં તમામને કહી દો કે વર્દીમાં જ કોર્ટમાં આવે.અન્યથા બીજી વાર ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાશે.