ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના સ્નાતક અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટરના પરિણામો જાહેર કરવામાં આવી રહયાં છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત ફેબ્રુઆરી-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ સાયન્સ – એમ.એસ.સી. સેમીસ્ટર- ૧ નું પરિણામ ૮૮.૧૮. ટકા જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં પુરુષ- ૨૧૫૬ સ્ત્રી-૧૭૧૭ કુલ ૩૮૭૩ નોધાયા હતા તે પૈકીના પાસ કલાસ પુરુષ- ૧૭૫૧ સ્ત્રી ૧૪૭૮ કુલ ૩૨૨૯.નાપાસ, પુરુષ- ૨૫૭ સ્ત્રી ૧૭૬ કુલ ૪૩૩. ગેરહાજર પુરુષ- ૭૭ સ્ત્રી ૩૫ કુલ ૧૧૨ , યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડબલ્યુ હેલડ પુરુષ-૧૩ સ્ત્રી -૧૧ કુલ -૨૪, પરિણામ રદ પુરુષ-૫૮ સ્ત્રી -૧૭ કુલ -૭૫ કરવામાં આવેલ.
આમ, આ પરિક્ષામાં પુરુષ- ૨૧૫૬ સ્ત્રી-૧૭૧૭ કુલ ૩૮૭૩ નોધાયા હતા . હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી, પાટણ. એમ. એસ. સી. સેમી.૧ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ) ઉમેદવારો હાજર થયા જનરલ-૯૨૧, એસસી -૪૨૨,એસ.ટી-૬૧૭, ઓબીસી – ૦૧ તે પૈકી જનરલ- ૭૯૪, એસસી-૩૫૮,એસ.ટી-૪૬૨, ઓબીસી-૦૦ પાસ થયા આમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત ફેબ્રુઆરી-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ સાયન્સ – એમ.એસ.સી. સેમીસ્ટર -૧ નું પરિણામ ૮૮.૧૮ ટકા જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.