ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના સ્નાતક અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટર -૩ના પરિણામો જાહેર કરવામાં થઇ રહેલા વિલંબ વચ્ચે વિધાર્થી સંગઠને આવેદનપત્ર આપતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા જાન્યુઆરી-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ આર્ટ્સ -એમ.એ. સેમીસ્ટર -3 નું પરિણામ ૯૧.૪૪. ટકા જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જેમાં પુરુષ- ૧૫૯૪ સ્ત્રી-૩૦૦૮ કુલ-૪૬૦૨ નોધાયા હતા તે પૈકીના પુરુષ-૧૨૦૫ સ્ત્રી ૨૬૧૮ કુલ ૩૮૨૩ પાસ,જયારે પુરુષ-૧૭૫ સ્ત્રી ૧૮૩ કુલ ૩૫૮ નાપાસ અને પુરુષ-૧૭૯ સ્ત્રી ૧૮૪ કુલ ૩૬૩ ગેરહાજર , યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પરિણામ રદ પુરુષ- ૩૫ સ્ત્રી ૨૩ કુલ ૫૮ આ પરિક્ષામાં કુલ પુરુષ- ૧૫૯૪ સ્ત્રી-૩૦૦૮ કુલ-૪૬૦૨ પરીક્ષાર્થીઓ નોધાયેલ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. બી. કોમ. સેમી.૩ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ) ઉમેદવારો હાજર થયા.
જનરલ-૨૨૩૬,એસસી-૪૪૯,એસ.ટી- ૧૭૬ ઓબીસી-૪૦૨૨ તે પૈકી પાસ થયા જનરલ-૧૩૪૨, એસસી-૨૭૬,એસ.ટી-૮૯,ઓબીસી-૨૫૦૪ આમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત જાન્યુઆરી-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ આર્ટ્સ -એમ.એ. સેમીસ્ટર -3 નું પરિણામ ૯૧.૪૪. ટકા જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.