ગરવીતાકાત,ઇડર(તારીખ:૩૦)
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  ઈડર સંચાલિત સરકારી મહિલા  બી.એડ. કૉલેજની સેમ: 3 ની  તાલીમાર્થીઓએ તારીખ 26 થી 28 સપ્ટેમ્બર -2019  દરમિયાન યુનિ. કેમ્પસમાં યોજાયેલ 31મા યુવા   મહોત્સવમાં સમુહ ગીતમાં સતત બીજા વર્ષે  દ્વિતીય નંબર મેળવી DIET નું ગૌરવ વધાર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને સમૂહગીતની  ટીમ – પ્રજાપતિ શીતલ, પ્રજાપતિ મોસમ ,પ્રજાપતિ રોશની, પ્રજાપતિ પૂનમ, પટેલ પાયલ અને નાયી ભૂમિકાને પ્રાચાર્યશ્રી અને DIET પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ટીમને DIET ના સિનિયર લેકચરર અને બી.એડ.ના ઇન્ચાર્જ ડો. નિષાદ ઓઝાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Contribute Your Support by Sharing this News: