ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં મેઘરાજા હજુ થોભવાના નથી. હજી બે દિવસ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે

ગરવી તાકાત, મહેસાણા તા. 19 – લાંબા વિરામ બાદ મેઘરાજાએ રોદ્ર રૂપ સાથે રિ-એન્ટ્રી કરી લીધી છે. જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગેમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાને તો જાણે મેઘરાજાએ ધમરોળી નાંખ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં હજી વરસાદી રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી  છે. આજે મંગળવારે કચ્છ, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ વરસ્યો —

ગુજરાતમાં મેઘરાજા હજુ થોભવાના નથી. હજી બે દિવસ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે. જો કે 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. આજથી ત્રણ દિવસ ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી… 19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે.

20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઠેર-ઠેર તોફાની બેટિંગ કરી છે. ત્યારે આજે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના મહેસાણા સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના 129 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.