દેશમાં કોરોનાની આફત વચ્ચે કુદરતી કહેર પણ ચાલુ જ છે. ગુજરાતમાં ૩ જૂનની આસપાસ જારદાર વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વો‹મગને પરિણામે કુદરતી ઉથલપાથલ ચાલુ જ છે. ભારતમાં વાવાઝોડાનું નામ લોકોના મોઢે સુકાયું નથી ત્યાં બીજું નવું વાવાઝોડું તૈયાર થઈ રÌ છે. ૧૩ મેના રોજ હવામાન વિભાગે અમ્ફાન વાવાઝોડાની આગાહી આપી હતી. આ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી બોલાવી દીધી છે. તે વચ્ચે હવે ગુજરાત માટે માઠા સમાચાર લઈને આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના અરબી સમુદ્રમાં એક નવી સાઈક્લોન પેટર્ન બની રહી છે. જે તૈયાર થતાં ગુજરાત સહિતના વિસ્તારમાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ સિસ્ટમ હજુ તૈયાર થઈ રહી છે. પરંતુ જા અને તો વચ્ચે અટકેલી છે. જા આ સિસ્ટમ ભારતીય દરિયા કિનારાની વધુ નજીકથી પસાર થશે તો ચોમાસુ ડિસ્ટર્બ કરી શકે છે. આ સાઈક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ૩ જૂન આસપાસ અસર કરશે.

Contribute Your Support by Sharing this News: