જુનિયર રેસિડન્ટ ડોક્ટર અને મેડીકલ ઓફિસર વચ્ચેનો ભેદભાવ દૂર કરી સમાન વેતનની માંગ સાથે… હડતાળ
![](https://garvitakat.com/wp-content/uploads/2021/05/protest-in-palanpur-2.jpg)
બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા 50 થી વધુ મેડિકલ ઓફિસરો આજે પાલનપુર ખાતે હડતાળ પર ઉતરી ગયા છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે એક તરફ કોરોના વોરિયર્સ બની તબીબો અને તબીબી સ્ટાફ પોતાના જીવની પણ પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોના વોરિયર્સને સમાન કામ સમાન વેતન ન આપી અન્યાય કરાઈ રહ્યો હોવાની રાવ સાથે આજે બનાસકાંઠા જિલ્લાના 50 જેટલા મેડિકલ ઓફિસરો હડતાલ પર ઉતરી ગયા છે. સરકારમાં વારંવાર રજુઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજથી પાલનપુર ખાતે મેડિકલ ઓફિસરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જેમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો અને મેડીકલ ઓફિસર વચ્ચેનો ભેદભાવ દૂર કરી સમાન પગાર આપવાની માંગ કરવામાં આવી છે. કેન્દ્રના ધોરણે એન.પી.એ આપવા અને સેલેરી ઉપરાંત ઇન્સેન્ટીવની જોગવાઈ કરવાની પણ માંગ કરાઈ છે.