મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દેદીયાસણ જી.આઇ.ડી.સી ખાતે યોજાયો
આરોગ્યમંત્રીશ્રીએ શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસ્યું
શ્રમિકોનો રાજ્યની આર્થિક પ્રવૃત્તિમાં વિશેષ યોગદાન છે.- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
(માહિતી નિયામક) ગરવી તાકાત, મહેસાણા તા. 10 – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે નવા ભોજન કેન્દ્રનો શુભારંભ પ્રારંભે જણાવ્યું હતું કે શ્રમિકોનો રાજ્યની આર્થિક પ્રવૃત્તિમાં વિશેષ યોગદાન છે. શ્રમિકોને સાત્વિક ભોજન મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 118 ઉપરાંત સમગ્ર રાજ્યમાં આજે નવીન 155 શ્રમિક અન્નપુર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શ્રમિકોને વિશેષ ધ્યાન રાખવાનુ કાર્ય દેશના પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે.શ્રમજીવીના પરીવારના જન્મથી મૃત્યુ પ્રયપ્ત સુધી દેશના પ્રધાનમંત્રીશ્રી કરી રહ્યા છે. ગરીબોના સ્વપ્નને સાકાર કરવાનું ભગીરથ કાર્ય સરકાર દ્વારા કરાઇ રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે આગામી 2047 માં ભારતને વિકસીત રાષ્ટ્રના સેવેલા પ્રધાનમંત્રીશ્રીના સ્વપનને સાકાર કરવા શ્રમજીવીઓનો વિશેષ ફાળો રહેવાનો છે. શ્રમજીવીઓના રહેઠાણ,આરોગ્ય અને પોષણની ચિંતા કરી સ્વસ્થ બની સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપે તેવું કાર્ય સરકાર દ્વારા કરાઇ રહ્યું છે.
આરોગ્યમંત્રીશ્રીએ શ્રમકાર્ડ નોંધાવી તેનો વિશેષ લાભ લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત સરકારની વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આગામી પાંચ વર્ષ માટે 80 કરોડ નાગિરકોને વિનામૂલ્યે અનાજ મળી રહે તેની ચિંતા કરી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં અલગ અલગ 07 કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા ભોજન વિતરણ કેન્દ્ર ચાલુ કરાયું છે. જે અંતર્ગત આજે વધુ 05 કડીયાનાકા પર કેન્દ્રોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ૬.૯૪ લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા સંબંધિત ૧૭ યોજનાઓ કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ઇ-નિર્માણ કાર્ડ ધારક શ્રમિકોને આપવામાં આવે છે. ભોજન વિતરણ કેન્દ્રો ખાતે શ્રમિકના ઈ-નિર્માણ કાર્ડ ઉપર દર્શાવેલા ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરી ભોજન આપવામ આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ ૬ વ્યક્તિની મર્યાદામાં આપવામાં આવે છે સહિતની વિવિધ યોજનાઓની સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ના હોય, તેવા બાંધકામ શ્રમિકોની બુથ પર જ હંગામી નોંધણી થાય છે અને તેના આધારે ૧૫ દિવસ સુધી ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આરોગ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક સહિત આદેશ એનાયત કરવામાં આવ્યા હતા.રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મંત્રીશ્રી સહિત મહાનુંભાવોએ ઓનલાઇન નિહાળ્યો હતો. મહેસાણા જિલ્લા કક્ષાના કાર્યક્રમ આત્મરામ કાકા જી.આઇ.ડી.સી હો ખાતે યોજાયો હતો. આ ઉપરાંત મહેસાણ જિલ્લામાં ખેરાલુ તાલુકામ બાલાપીર ખાતે,વડનગર તાલુકાનો ઘસ્કો સર્કલ તાનારીરી ગાર્ડન, વિજાપુરમાં જુના બજાર વિજાપુર અને ફાયર સ્ટેશન,વિસનગર ઉમિયા માતા મંદિર સામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન, અગ્રણી ગીરીશભાઇ રાજગોર,નગરપાલિકા પ્રમુખ ડો મિહીર પટેલ,ઔધોગિક સલામતી અધિકારી આર.ડી પટેલ,રોજગાર અધિકારી સહિત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ, શ્રમિકો,પ્રબુધ્ધ નાગરિકો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા