પ્રજાના અને સમાજના હિત માટે સાચી અને ન્યાયની લડત અંતિમ ક્ષણ સુધી લડતો રહીશ – મહિપતસિંહ ચૌહાણ

સમગ્ર દેશમાં “હું પણ ચોકીદાર” ના અભિયાન પછી “હું પણ કોરોના વોરિયર” અભિયાન ચાલ્યું અને હવે ખેડા જિલ્લાના ખમીરવંતા નાગરિકોએ જિલ્લા કલેક્ટર સામે “હું પણ મહિપતસિંહનો સાક્ષી ” અભિયાને ખેડા જિલ્લાના વડામથકમાં વંટોળ સર્જી નાખ્યું છે  લવાલના સામાજિક અગ્રણી મહિપતસિંહને છ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ બજાવી હતી જેમાં કેટલા સાક્ષી લાવવાના તે ચોખવટ ના કરતા મોટી સંખ્યામાં સાક્ષીઓ ઉમટી પડતા સાક્ષીઓને સાંભળવાના બદલે સત્તાના જોરે પોલીસ ધરપકડ કરાવી જેલના સળિયા પાછળ ધકેલવાનો ગેર બંધારણીય ખેલ ખેલવામાં આવ્યો.ત્યારબાદ ભારે ન્યાય માટેની માંગણી કરી રહય હતા અને અમોને પણ તડીપાર કરો ના નારા સાથે મહિપતસિંહ સાથે અડીખમ ઉભા રહય હતા .

ખેડા જિલ્લાના વડામથક નડિયાદના જિલ્લા સમાહર્તા દ્વારા નાગરિકો માટે ન્યાયિક લડત ચલાવતા સર્વ સમાજ સેનાના મહિપતસિંહ ચૌહાણ ફેક્ટરીઓના કામદારોના પ્રશ્ને

માલિકોને ડરાવી ધમકાવી કામદારોને ભડકાવે છે અને સોશિયલ મીડિયામાં ન્યુઝ ચલાવી પોતાના ઈરાદા પાર પાડતા હોવાની પોલીસ સબ ઈંસ્પેક્ટર માતરની દરખાસ્ત આધારે જિલ્લા કલેક્ટર દ્વારા મહિપતસિંહ ચૌહાણ સામે નોટિસ બજાવી સાક્ષી હોય તો પુરાવા સાથે રજુ થવા ૨૩ જૂનની તારીખ આપવામાં આવી હતી જેના જવાબ આપવા માટે મહિપતસિંહ ચૌહાણના સમર્થકો મોટી સંખ્યામાં સાક્ષી બનવા માટે કલેક્ટર કચેચેરી ખાતે વ્યાપક પોલીસ બંદોબસ્ત કરવાની જરૂર પડી હતી અને સાક્ષી માટે આવેલા મોટા ભાગના કામદારો મજૂરો અને શોષણના ભોગ બનેલા લોકો હતા સાક્ષી બનવા આવેલા નાગરિકોને પોલીસે ધરપકડ કરી નડિયાદ રૂરલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા ૨૬ જેટલા નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી સાક્ષી બનવા આવેલા નાગરિકોને જામીન આપવાની ફરજ પડી હતી .

પોલીસની પણ ભૂમિકા ખુબજ શંકાસ્પદ રહી હતી એક તરફ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું પાલન કરવા સાક્ષીઓને આવ્યા ત્યારે તેઓને કચેરીમાં પ્રવેશતા અટકાવી દેવા કેટલું વ્યાજબી છે અને ધરપકડ કરી તો ક્યાં કાયદાની જોગવાઈ અંતર્ગત કરી છે તેની માહિતી આપવાના બદલે ઘૂષણખોરો સાથે કરવામાં આવતા વર્તન કરતા પણ ખરાબ વર્તન ભારતીય સંવિધાનની સપથ લેનારા નાગરિકો સાથે કરવામાં આવ્યું  ભારત દેશમાં હજ્જારોની સંખ્યામાં સંગઠનો કાર્ય કરી રહ્યા છે અને કેટલાક તો દેશ વિરોધી અને દેશ દ્રોહી પ્રવૃત્તિ માં સંડોવાયેલા છે આમ છતાં ભારત દેશમાં આવા સામાજિક સંગઠનોના આગેવાન કે કાર્યકર સામે કોઈ તડીપારની નોટિસ કાઢવામાં આવતી નથી ત્યારે ખેડા જિલ્લાના લવાલ ગામના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેના જેમાં તમામ ધર્મ અને કોમના લોકોનો સમાવેશ છે તેવા સંગઠનના આગેવાનને તડીપાર કરવાની નોટિસ બજાવવી અને તેપણ માતર પોલીસની દરખાસ્ત આધારે ૬ જિલ્લા જેમાં ખેડા ,મહીસાગર ,અરવલ્લી ,અમદાવાદ ગ્રામ્ય અને શહેર .વડોદરા તેમજ આણંદ બહાર તડીપાર કરવા માટે ફરિયદ દાખલ કરેલ છે . પોલીસ ચોપડે ચડેલા રીઢા લોકોને તડીપાર કરવામાં આવે છે ત્યારે તેની નોંધ સુધ્ધાં લેવાતી નથી જયારે સામાજિક આગેવાને તડીપારની નોટિસના જવાબ પૂર્વે દશ પોલીસ વાહનો અને સંખ્યાબંધ પોલીસ અધિકારી અને જવાનોને ખડકી દેવા જ બતાવે છે .દાળ માં કંઈક કાળું છે અને ૨૬ નાગરિકોની ધરપકડ વહોરી લેવાની ખુમારીજ બતાવે છે દરખાસ્ત બદ ઈરાદાથી કરવામાં આવી છે પોલીસ તો માત્ર ૨૬ની ધરપકડ કરી શકી બાકી બીજા 200 નાગરિકો પણ સાક્ષી માટે તૈયાર જ હતા સાક્ષીની જગ્યાએ આરોપી બનવા પણ હૃદયથી મહિપતસિંહ સાથે જોડાયેલા હતા કોઈ અસામાજિક તત્વો માટે

નાગરિકો ગુના કે ધરપકડ કરાવે નહિ સવાલ નૈતિકતાનો છે. ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આ ઘટના ઐતિહાસિક છે ભૂતકાળમાં પણ એવો દાખલો નથી કે કોઈ આગેવાનને તડીપાર કરવાની દરખાસ્ત આવી હોય અને નાગરિકો ધરપકડ વહોરવા સામે છાતીએ આવી ને ઉભા રહે જિલ્લા વહીવટી તંત્ર એ સમજવાની જરૂર છે કે તડીપાર અસામાજિક તત્વોની થાય કોઈ સામાજિક સંગઠનના આગેવાનની નહિ  ખેડા જિલ્લામાં નોંધાયેલી આ ઘટના કદાચ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે અને પારદર્શી કે જનહિતને લગતા નિર્ણયોમાં આંધળે બહેરું કુટાય છે બાકી આવનાર દિવસોમાં વંટોળ સુનામીમાં પરિવર્તિત થાય તો નવાઈ નહિ ગણાય. તેમજ સમસ્ત ગુજરાતના તમામ જિલ્લાઓની કંપનીઓમાં આવા કેટલાય રોજ્દારોને છુટા કરઈ દીધેલ હશે તેમજ પગાર પણ નહિ ચૂકવ્યો હોય તેવી સાચી માહિતી બહાર આવે તેવી માંગણીની ચર્ચાએ જોર પકડયું હતું .મહિપતસિંહ સાથે જણાવ્યું હતું કે મારા માંગણી અને કાયદેસર પ્રક્રિયાની લડત બાદ અંદાજીત ૩ કરોડ પગાર ચુકાવામવા આબ્યો અને ૨૫ જેટલા કામદારોને નોકરીમાં પરત લેવાની ફરજ પડી હતી .તેઓએ વધુમાં જણાવ્યું હતું બીજા આવા આશરે ૧૦૦ થી વધુ કામદારોને પરત લઈને ન્યાય નહિ આપે ત્યાં સુધી મારી ન્યાયિક લડત ચાલુ રાખીશ .આવા ખોટા અને બિનકાયદેસર આક્ષેપો કરીને ન્યાય માટે લડનારા ને દબાવી દેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે સંવિધાન પ્રમાણે યોગ્ય નથી તેવી કહીને બળાપો ઠાલવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: