ગરવી તાકાત, મહેસાણા તા. 28 – લોકસભા ચૂંટણી લડવા માંગતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને ભાજપે બ્રેક મારી દીધી પણ તેમની જીભને બ્રેક મારી શકાય તેમ નથી. અગાઉ ખીચડી મુદ્દે રસપ્રદ નિવેદન કરનાર નીતીનભાઇ પટેલે એક સમારોહમાં ફરી એક વખત તેમના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું.
ભાજપમાં જ નીતિનભાઇ પટેલ સામે કડીના ધારાસભ્ય સહિત કેટલા લોકોએ અગાઉ વિરોધ કર્યો હતો તેના પર પ્રહાર કરતાં એક કાર્યક્રમમાં નીતિનભાઇ પટેલે કહ્યું કે ઘરે પત્ની પાણીનો ગ્લાસ પણ આપતી નથી તેવા લોકો સાંજ સુધીમાં 8-10 વખત સલાહ ન આપે તો ઉંઘ આવતી નથી પણ સલાહ આપનારને હું સલાહ આપું છું કે તેઓ પોતાની કેપેસીટી જોઇને સલાહ આપે તો સારુ રહેશે. નીતિનભાઇ પટેલએ અગાઉ પોતે લોકસભા ચૂંટણી લડવા દાવો કર્યો હતો પરંતુ મોવડી મંડળે તેમને દાવો પાછો ખેંચવાની ફરજ પાડી હતી.