કર્ણાટકના વગદાર રાજકીય દેવેગૌડા ફેમીલીમાં સર્જાયેલા સેક્સ ક્લીપીંગ કૌભાંડમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના પુત્ર એચ.ડી. રૈવન્નાની ધરપકડ બાદ તેમને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયા ત્યારે તેઓ મેજીસ્ટ્રેટ સમક્ષ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઇ પડ્યા હતા.
કર્ણાટકના આ ધારાસભ્યને તા.14 સુધી રીમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. તેમના પુત્ર કે જે આ કૌભાંડના મુખ્ય આરોપી છે. તે પ્રજ્જવલ રૈવન્ના વિદેશ નાસી ગયા છે અને તેમની ધરપકડ માટે બ્લુ કોર્નર વોરન્ટ ઇસ્યુ કરાયું છે.
પ્રજ્જવલ જર્મનીમાં હોવાની માહિતી છે અને જર્મન સરકાર સામે પણ આ અંગે સંપર્ક કરાયો છે. તે વચ્ચે તેમના પિતા એચ.ડી. રૈવન્નના તા.14 સુધી ન્યાયીક કસ્ટડીમાં સોંપાયા છે. અદાલતે તેમની સુરક્ષા માટે ખાસ બેરેક ફાળવવા પણ આદેશ આપ્યો છે અને તેમના માટે ઘરનું ભોજન પણ આવશે.
તેમને થોડા દિવસ માટે જેલના વહીવટી રૂમમાં પણ રાખવાની સુવિધા આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ જેલમાં રહેલા રૈવન્નાને ચામડીમાં કોઇ રોગ દેખાતા અદાલતે તેમને અલગ રાખવા આદેશ આપ્યો છે.